Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ

Jul 31, 2026 - 15:00
Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત રાજ્ય માટે મોન્સૂનની સૌથી મોટી અને ગંભીર આગાહી જારી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી અવિરત અને ભારેથી અતિભારે વરસાદી માહોલ જળવાઈ રહેશે.હવામાન સિંક્રોનાઇઝેશન મુજબ, રાજ્ય અને આસપાસના વાતાવરણમાં એકસાથે 5 જેટલી સક્રિય વરસાદી સિસ્ટમો કામ કરી રહી છે. જેમાં (1) ડિપ્રેશન, (2) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, (3) શીયર ઝોન, (4) મોન્સૂન ટ્રફ અને (5) અપર એર સાયક્લોનિક સરક્યુલેશનનો સમાવેશ થાય છે. આ પાંચ સિસ્ટમ્સના પાવરફુલ કોમ્બિનેશનના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની વરસાદ વરસશે.

સિસ્ટમની સ્થિતિ અને મૂવમેન્ટ

પૂર્વ-મધ્ય ભારતમાં સર્જાયેલું 'ડીપ ડિપ્રેશન' હવે નબળું પડીને 'ડિપ્રેશન'માં ફેરવાયું છે. તેની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે અને તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા સમયમાં આ ડિપ્રેશન વધુ નબળું પડીને 'વેલમાર્ક લો પ્રેસર' માં રૂપાંતરિત થઈ જશે, પરંતુ તેનાથી ભેજનો મોટો જથ્થો ગુજરાત તરફ ખેંચાઈ આવ્યો છે.

ધોધમાર વરસાદની આગાહી

અસામાન્ય ભારે વરસાદ- નર્મદા અને સુરત જિલ્લામાં અત્યંત ભયાનક અને અસામાન્ય માત્રામાં વરસાદ પડી શકે છે.રેડ એલર્ટ (Red Alert)- અમદાવાદ, ભાવનગર, બોટાદ, આણંદ અને ખેડા જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. માછીમારો માટે ચેતવણી: દરિયામાં પવનની ઝડપ વધારે રહેવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી આગામી ૩ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Navsari: ગણદેવામાં પુલ પર લટકતો જીવંત વીજતાર કાળ બન્યો, 'છોટા હાથી'માં જતાં 9 મજૂરોમાંથી 3 નાં સ્થળ પર મોત, 3 ઈજાગ્રસ્ત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0