Ahmedabad: ખ્યાતિકાંડમાં ડૉ. પ્રશાંત વજીરાણીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કર્યો ખુલાસો
ખ્યાતિકાંડના આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ અનેક ખુલાસા કર્યા. ડૉ. પ્રશાંતે રિમાન્ડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટીઓને લઈને અનેક ખુલાસા કર્યા છે. વજીરાણીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ જણાવ્યું કે, વધુ એન્જયોપ્લાસ્ટી કરવા માટે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, રાહુલ દ્વારા મને દબાણ કરવામાં આવતું હતું. તેમજ બાકીના રૂપિયા લેવા હોય તો અમે કહીને તેમ કરવું પડશે તેવી ધમકી આપતા હતા. અમે કહીએ તેમ એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે તેવું કહેતા, 2ના હૃદય ચીરી મોત બાદ પણ મામલો શાંત પાડવા કહેતા હતા. પ્રશાંતને મામલો શાંત પાડી અન્ય સર્જરી કરવા આદેશ કર્યો. પરિજનના હોબાળા બાદ રાજપૂતે તબીબોને ધમકાવ્યા હતા. પરિજનને નિવેદન આપવું નહીં, પગાર નહીં મળેની ધમકી આપતા હતા.ક્રાઈમ બ્રાન્ચની 3 ટીમ રાજશ્રી કોઠારીની શોધવામાં લાગી છે. કોઠારીને શોધવા માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ક્રાઈમ બ્રાન્ચમાં ધામા. 112 દર્દીઓના મોત મુદ્દે નિષ્ણાત તબીબોએ તપાસ શરૂ કરી, 3 વર્ષમાં 8534 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. PMJAY હેઠળ 3842 સર્જરી કરી જેમાંથી 112ના મોત થયા હતા. દર્દીની સર્જરી થઈ ત્યારે મેડિકલ સ્થિતિ કેવી હતી તેની તપાસ ચાલી રહી છે. કોઈ બિમારી હતી કે કેમ, મોતનું કારણ શું તે દિશામાં તપાસ ચાલુ. ફ્રોડ ડોક્ટર ટોળકીએ 4 વર્ષમાં કેટલી વિદેશ ટુર કરી તેની પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.શું હતો સમગ્ર મામલો? અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે ડૉ. પ્રશાંતના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. ડૉ. પ્રશાંત વજીરાણીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંતની ધરપકડ કરી હતી. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જ્યારે ફરી પોલીસે સમગ્ર ઘટના મામલે આરોપીની વધુ પુછપરછ કરવા માટે ફરીથી કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીના 25 નવેમ્બર, ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિકાંડના આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ અનેક ખુલાસા કર્યા. ડૉ. પ્રશાંતે રિમાન્ડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટીઓને લઈને અનેક ખુલાસા કર્યા છે.
વજીરાણીએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ જણાવ્યું કે, વધુ એન્જયોપ્લાસ્ટી કરવા માટે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, રાહુલ દ્વારા મને દબાણ કરવામાં આવતું હતું. તેમજ બાકીના રૂપિયા લેવા હોય તો અમે કહીને તેમ કરવું પડશે તેવી ધમકી આપતા હતા. અમે કહીએ તેમ એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે તેવું કહેતા, 2ના હૃદય ચીરી મોત બાદ પણ મામલો શાંત પાડવા કહેતા હતા. પ્રશાંતને મામલો શાંત પાડી અન્ય સર્જરી કરવા આદેશ કર્યો. પરિજનના હોબાળા બાદ રાજપૂતે તબીબોને ધમકાવ્યા હતા. પરિજનને નિવેદન આપવું નહીં, પગાર નહીં મળેની ધમકી આપતા હતા.
ક્રાઈમ બ્રાન્ચની 3 ટીમ રાજશ્રી કોઠારીની શોધવામાં લાગી છે. કોઠારીને શોધવા માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ક્રાઈમ બ્રાન્ચમાં ધામા. 112 દર્દીઓના મોત મુદ્દે નિષ્ણાત તબીબોએ તપાસ શરૂ કરી, 3 વર્ષમાં 8534 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. PMJAY હેઠળ 3842 સર્જરી કરી જેમાંથી 112ના મોત થયા હતા. દર્દીની સર્જરી થઈ ત્યારે મેડિકલ સ્થિતિ કેવી હતી તેની તપાસ ચાલી રહી છે. કોઈ બિમારી હતી કે કેમ, મોતનું કારણ શું તે દિશામાં તપાસ ચાલુ. ફ્રોડ ડોક્ટર ટોળકીએ 4 વર્ષમાં કેટલી વિદેશ ટુર કરી તેની પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે ડૉ. પ્રશાંતના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
ડૉ. પ્રશાંત વજીરાણીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંતની ધરપકડ કરી હતી. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જ્યારે ફરી પોલીસે સમગ્ર ઘટના મામલે આરોપીની વધુ પુછપરછ કરવા માટે ફરીથી કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીના 25 નવેમ્બર, ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.