Rajkot: બેવડી ઋતુની અસરથી રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઉલટી, તાવના 1937 કેસ નોંધાયા

Jan 28, 2025 - 09:30
Rajkot: બેવડી ઋતુની અસરથી રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઉલટી, તાવના 1937 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીજન્ય રોગ ફેલાયા છે. તો રાજકોટમાં પણ બેવડી ઋતુના કારણે રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં મચ્છરજન્ય ,પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે.

રાજકોટમાં એક સપ્તાહમાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોમાં મચ્છરજન્ય રોગચાળાને પગલે હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસમાં પણ વધારો નોંધાયો છે. એક સપ્તાહમાં ઝાડા-ઉલટી, તાવના 1937 કેસ નોંધાયા છે. સપ્તાહમાં તાવના અધધ 829 કેસ નોંધ્યા છે. રાજકોટમાં દિવસેને દિવસે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બેવડી ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં ઓન દર્દીઓની પણ ભીડ જોવા મળી રહી છે. દર્દીને જોઈ, તપાસી તબીબ તાત્કાલીક સારવાર માટે ખસેડે છે.

છેલ્લા થોડાં સમયથી રાજ્યભરમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં વિવિધ સ્થાનો પર રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા ફોગીગ કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ વિવિધ કેસોની સામે મનપા દ્વારા પણ તહેવાર પહેલાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0