Ahmedabad: મેઘાણીનગરમાં વેપારીએ સિગારેટના રૂપિયા માંગતા 25શખ્સોએ કીટલીમાં તોડફોડ કરી

પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. ત્યારે વધુ એક વાર અસામાજિક તત્ત્વોએ ચાની કીટલી પર પથ્થરમારો તોડફેડ કરી હતી. જેમાં વેપારીએ સિગારેટ અને કોલ્ડ્રિક્સના રૂપિયા માંગતા શખ્સોએ ઝઘડો કરીને તોડફેડ કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે 25 જેટલા લોકો સામે ગુનો નોધીને કોમ્બિંગ કરીને એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.મેઘાણીનગરમાં રહેતા મહેશભાઇ કલાલ ચાની કીટલી ધરાવે છે. ગત 20 ડિસેમ્બરે તેઓ ચાની કીટલી પર હતા ત્યારે રાવણ અને ભેડા નામના બે શખ્સો કીટલી પર આવ્યા હતા. બાદમાં સિગારેટ અને કોલ્ડ્રીક્સ માંગતા મહેશભાઇએ આપ્યું હતું. બાદમાં તેના રૂપિયા માંગતા નહિ મળે કહીને બિભત્સ ગાળો બોલીને બંને શખ્સોએ ઝઘડો કર્યો હતો. બાદમાં બંને શખ્સોએ કીટલી પર તોડફેડ શરૂ કરી હતી. આ દરમિયાન બોબડો, રાવણની પત્ની, ડચન, સુનિલ સહિત 25 શખ્સો ત્યાં આવી ગયા હતા અને તમામે તોડફેડ કરી હતી. આટલું જ નહિ તમામે કીટલી પર પથ્થરમારો પણ કર્યો હતો. તેમજ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. ત્યારે તેમના મિત્ર છગનસિંહને પથ્થર વાગતા લોહિલુહાણ થઇ ગયા હતા. જેથી તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે મહેશભાઇએ 25 લોકો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ સહિતનો ગુનો નોધાવતા પોલીસે કાજલબેન, રાવણ, હિતેષ પટણી, શ્રાવણ પટણી અને સુનિલની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શાહીબાગમાં તલવાર ફેરવી ભય ફેલાવનાર ટપોરીઓનું સરઘસ કાઢી પોલીસે માફી મંગાવી અમદાવાદ : શાહીબાગના અસારવા બ્રિજ નીચે આવેલા કુબેરપુરા ભીલવાસમાં રહેતા બે ટપોરીઓએ હાથમાં તલવાર રાખીને સામાન્ય લોકોમાં ભય ફેલાવાના આશયથી તલવાર ફેરવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. જે બાદ પોલીસે ગુનો નોંધીને વિશાલ ઉફે રામ ઢુંઢીયા ઉ.વ.29) સુરેશ ઉફે કાંચો ભીલ (ઉ.વ.27)ની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન અને મારમારી જેવા અસંખ્ય ગુના નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત બે વખત પાસાની સજા પણ કાપી ચુક્યા છે.

Ahmedabad: મેઘાણીનગરમાં વેપારીએ સિગારેટના રૂપિયા માંગતા 25શખ્સોએ કીટલીમાં તોડફોડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. ત્યારે વધુ એક વાર અસામાજિક તત્ત્વોએ ચાની કીટલી પર પથ્થરમારો તોડફેડ કરી હતી. જેમાં વેપારીએ સિગારેટ અને કોલ્ડ્રિક્સના રૂપિયા માંગતા શખ્સોએ ઝઘડો કરીને તોડફેડ કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે 25 જેટલા લોકો સામે ગુનો નોધીને કોમ્બિંગ કરીને એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.

મેઘાણીનગરમાં રહેતા મહેશભાઇ કલાલ ચાની કીટલી ધરાવે છે. ગત 20 ડિસેમ્બરે તેઓ ચાની કીટલી પર હતા ત્યારે રાવણ અને ભેડા નામના બે શખ્સો કીટલી પર આવ્યા હતા. બાદમાં સિગારેટ અને કોલ્ડ્રીક્સ માંગતા મહેશભાઇએ આપ્યું હતું. બાદમાં તેના રૂપિયા માંગતા નહિ મળે કહીને બિભત્સ ગાળો બોલીને બંને શખ્સોએ ઝઘડો કર્યો હતો. બાદમાં બંને શખ્સોએ કીટલી પર તોડફેડ શરૂ કરી હતી. આ દરમિયાન બોબડો, રાવણની પત્ની, ડચન, સુનિલ સહિત 25 શખ્સો ત્યાં આવી ગયા હતા અને તમામે તોડફેડ કરી હતી. આટલું જ નહિ તમામે કીટલી પર પથ્થરમારો પણ કર્યો હતો. તેમજ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. ત્યારે તેમના મિત્ર છગનસિંહને પથ્થર વાગતા લોહિલુહાણ થઇ ગયા હતા. જેથી તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે મહેશભાઇએ 25 લોકો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ સહિતનો ગુનો નોધાવતા પોલીસે કાજલબેન, રાવણ, હિતેષ પટણી, શ્રાવણ પટણી અને સુનિલની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

શાહીબાગમાં તલવાર ફેરવી ભય ફેલાવનાર ટપોરીઓનું સરઘસ કાઢી પોલીસે માફી મંગાવી

અમદાવાદ : શાહીબાગના અસારવા બ્રિજ નીચે આવેલા કુબેરપુરા ભીલવાસમાં રહેતા બે ટપોરીઓએ હાથમાં તલવાર રાખીને સામાન્ય લોકોમાં ભય ફેલાવાના આશયથી તલવાર ફેરવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. જે બાદ પોલીસે ગુનો નોંધીને વિશાલ ઉફે રામ ઢુંઢીયા ઉ.વ.29) સુરેશ ઉફે કાંચો ભીલ (ઉ.વ.27)ની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન અને મારમારી જેવા અસંખ્ય ગુના નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત બે વખત પાસાની સજા પણ કાપી ચુક્યા છે.