Ahmedabad: કોલસા માફિયાઓ સામે CISFની કરાર્યવાહી; CCLના મગધ વિસ્તારમાંથી 200 ટનથી વધુ ચોરીનો કોલસો જપ્ત

Sep 23, 2026 - 19:30
Ahmedabad: કોલસા માફિયાઓ સામે CISFની કરાર્યવાહી; CCLના મગધ વિસ્તારમાંથી 200 ટનથી વધુ ચોરીનો કોલસો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ની ટીમે કોલસાની ચોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે મોટું ઓપરેશન પાર પાડીને મોટી સફળતા મેળવી છે. સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL) ના મગધ વિસ્તારમાં આવેલી પુલબાસિયા સાઈડિંગ નજીક દરોડો પાડીને સીઆઈએસએફની ટીમે આશરે 200 ટન બિનવારસી અને ચોરીનો કોલસો જપ્ત કર્યો છે. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ મગધ અને અમ્રપાલી વિસ્તારોમાં સીઆઈએસએફની વિધિવત તૈનાતી કરાયા બાદ આ તેમની પ્રથમ મોટી સિદ્ધિ છે.

કોલસા માફિયાઓ સામે CISF નો મોટો પ્રહાર

મળતી માહિતી મુજબ, આ સફળ કાર્યવાહી સીઆઈએસએફની મગધ-અમ્રપાલી અને N.K. પીપરવાર યુનિટ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. પુલબાસિયા સાઈડિંગ આસપાસ કોલસાની ચોરી અને લીકેજની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે સિક્યોરિટી ટીમે અચાનક દરોડો પાડી 200 ટન જેટલો મોટો જથ્થો જપ્ત કરી લીધો હતો. સીઆઈએસએફના આ સપાટાથી સ્થાનિક કોલસા માફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

CCL ના મગધ વિસ્તારમાંથી 200 ટન ચોરીનો કોલસો ઝડપાયો

સીઆઈએસએફ સત્તાધીશોના જણાવ્યા મુજબ, આ સફળ કામગીરી કોલસાની ચોરી અટકાવવા અને સીસીએલ (CCL) ની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિઓનું રક્ષણ કરવા પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવે છે. સંસ્થા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સંસાધનોનું રક્ષણ કરવા માટે સીઆઈએસએફ પોતાની 'ઝીરો કોલ લીકેજ પોલિસી' હેઠળ આગળ પણ આવા સરપ્રાઈઝ દરોડા, ચેકિંગ અને કડક એન્ફોર્સમેન્ટની કામગીરી નિરંતર ચાલુ રાખશે.

આ પણ વાંચો: Kadi: કંપનીમાં કામ કરતી વખતે યુવકના ગુદાના ભાગે એર પ્રેશર પાઇપ મૂકી હવા ભરી દીધી, યુવક ગંભીર રીતે ઘાયલ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0