Ahmedabad: કોઠની પોળમાં આઠમથી માંડવી બંધાશે દુર્ગા માતાની પોળમાં હવનનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે હવનના વિશેષ પૂજા અને હવનનું શહેરના વિવિધ મંદિરોમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે દરેક મંદિરોમાં માતાજીના ગોખ ભરવાથી લઈ ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે જ ઘણી પોળની અંદર માંડવી બાંધીને ખાસ ગરબા યોજાશે તે મોડી રાતથી લઈ વહેલી સવાર સુધી ચાલશે. આ માટે રાયપુરમાં આવેલી કોઠની પોળમાં ચોકમાં દરરોજ પુરુષો દ્વારા ગરબા કરવામાં આવે છે અને આઠમથી માંડવી બંધાશે, જેની વિશેષ પૂજા કરીને પોળના લોકો દશેરાના દિવસે મોડી રાત સુધી ગરબા ચાલશે જેનું સવારે વધામણાં કરવામાં આવશે. અહીં છેલ્લા 200 વર્ષથી પણ વધુ સમયથી પુરુષોના ગરબા પારંપરિક ગાઈને વાંજિત્ર સાથે વગાડીને ગરબા કરે છે. જ્યારે કાલુપુરમાં એવા દુર્ગા માતાની પોળમાં 125 વર્ષ જૂના દુર્ગા માતાના મંદિરમાં માતાજીને સોના અને ચાંદીના તારના વર્ક વાળી ચૂંદડી ઓઢળવામાં આવે છે અને રાત્રિના સમયે ખાસ હવનનું આયોજન કરવામાં આવે છે. તેમજ કાલુપુર સ્થિત ભંડેરીની પોળમાં વિશેષ માંડવીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઠમથી ચૌદશ સુધીના ગરબાનું વિશેષ મહત્વ છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ગરબામાં ભાગ લેવા માટે પહોંચશે. તેમજ ભદ્રકાળીથી લઈ કાળકા માતાના મંદિર, માધુપુરા અંબાજી મંદિર, સદુ માતાની પોળમાં વરસાદ વચ્ચે પણ ગરબા સાથે માતાજીની વિશેષ આરાધના કરવામાં આવશે.
What's Your Reaction?






