Ahmedabad: ઓઢવમાં પરણીતાએ 3 સંતાનો સાથે ઝેરી દવા પી કર્યો આપઘાત
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે બે બાળકીઓ સારવાર હેઠળ છે. પરણીતાએ બાળકોને કોલ્ડ્રીંક્સમાં દવા મિક્સ કરી પીવડાવ્યું હતું. સાથે જ આત્મહત્યા કરતા પહેલા પરણીતાએ સ્યુસાઈડ નોટ પણ લખી છે. જો કે સુસાઈડ નોટમાં કોઈના પર આક્ષેપ કરાયો નથી. જે અંગે ઓઢવ પોલીસ તપાસ કરી રહી છે.પરણીતા અને તેના બે વર્ષના પુત્રનું મોત થયું શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકાનગરમાં પરણીતા પતિ, એક પુત્ર અને બે પુત્રીઓ સાથે રહે છે. પરણીતાએ તેના ત્રણેય બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘઉંમાં નાખવાની દવા ત્રણેય બાળકોને પીવડાવી પોતે પણ દવા પીધી હતી. જે બાદ ત્રણેયને ઉલટીઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરણીતા કૃપા અને તેના બે વર્ષના પુત્ર વ્રજનું મોત થયું છે. જ્યારે બે બાળકીઓ હાલ સારવાર હેઠળ છે. જે બનાવની જાણ થતાં ઓઢવ પોલીસે પરણીતાના ઘરે તપાસ કરતા સુસાઈડ નોટ મળી આવી છે. જોકે પરણીતાએ સુસાઈડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી. પરંતુ મૃતક કૃપાએ તેના બાળકોને ઝેર પીવડાવ્યું હોવાથી તેના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી પરણીતાએ બાળકો સાથે કરેલી આત્મહત્યાના પ્રયાસ મામલે તપાસ બાદ પોલીસને મળી આવેલી સુસાઈડ નોટમાં પોતાના માતા-પિતાને સંબોધી લખ્યું છે કે, પોતે બહુ થાકી ગઈ છે અને તેમને તેમજ તેમના છોકરાઓને જીવવું નથી. મને અને મારા છોકરાઓના તમે અંતિમ સંસ્કાર કરજો. તમારી દીકરી તરીકે વિદાય આપજો વહુ તરીકે વિદાય આપતા નહીં. પતિના હાથે સિંદૂર ન પુરાવતા તેવું લખી મોત વ્હાલુ કર્યું હતું. સાથે જ પોતે અને તેના છોકરા કોઈના ઉપર બોજ બનવા માગતા નથી. તેથી ઘરે આવવા માગતી નથી. એના કારણે આ પગલું ભરે છે. ઘરમાં તેના બાળકો કે તેનું કોઈ પણ નામો નિશાન રહેવું ના જોઈએ. જે સુસાઈડ નોટ પોલીસે કબજે કરી પરણીતાના આત્મહત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે. જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન પરણીતાની આત્મહત્યા અને બાળકોના હત્યા તથા હત્યાના પ્રયાસની તપાસ દરમિયાન પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ હોવાની શક્યતાઓના કારણે આ પગલું ભર્યું હોય તેવું સામે આવી રહ્યું છે. જોકે મૃતક કૃપાના પરિવારજનો કે પાડોશીઓ પતિ તકરાર હોય તેવું નથી જણાવી રહ્યા. જેથી પોલીસ મહિલાના મોત માટે કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરી રહી છે.
![Ahmedabad: ઓઢવમાં પરણીતાએ 3 સંતાનો સાથે ઝેરી દવા પી કર્યો આપઘાત](https://epapercdn.sandesh.com/images/2025/02/13/hrBMI4c4dZxVcYZUqir1i0JYSELckrq5pbL86S0T.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે બે બાળકીઓ સારવાર હેઠળ છે. પરણીતાએ બાળકોને કોલ્ડ્રીંક્સમાં દવા મિક્સ કરી પીવડાવ્યું હતું. સાથે જ આત્મહત્યા કરતા પહેલા પરણીતાએ સ્યુસાઈડ નોટ પણ લખી છે. જો કે સુસાઈડ નોટમાં કોઈના પર આક્ષેપ કરાયો નથી. જે અંગે ઓઢવ પોલીસ તપાસ કરી રહી છે.
પરણીતા અને તેના બે વર્ષના પુત્રનું મોત થયું
શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકાનગરમાં પરણીતા પતિ, એક પુત્ર અને બે પુત્રીઓ સાથે રહે છે. પરણીતાએ તેના ત્રણેય બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘઉંમાં નાખવાની દવા ત્રણેય બાળકોને પીવડાવી પોતે પણ દવા પીધી હતી. જે બાદ ત્રણેયને ઉલટીઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરણીતા કૃપા અને તેના બે વર્ષના પુત્ર વ્રજનું મોત થયું છે. જ્યારે બે બાળકીઓ હાલ સારવાર હેઠળ છે. જે બનાવની જાણ થતાં ઓઢવ પોલીસે પરણીતાના ઘરે તપાસ કરતા સુસાઈડ નોટ મળી આવી છે. જોકે પરણીતાએ સુસાઈડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી. પરંતુ મૃતક કૃપાએ તેના બાળકોને ઝેર પીવડાવ્યું હોવાથી તેના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આત્મહત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી
પરણીતાએ બાળકો સાથે કરેલી આત્મહત્યાના પ્રયાસ મામલે તપાસ બાદ પોલીસને મળી આવેલી સુસાઈડ નોટમાં પોતાના માતા-પિતાને સંબોધી લખ્યું છે કે, પોતે બહુ થાકી ગઈ છે અને તેમને તેમજ તેમના છોકરાઓને જીવવું નથી. મને અને મારા છોકરાઓના તમે અંતિમ સંસ્કાર કરજો. તમારી દીકરી તરીકે વિદાય આપજો વહુ તરીકે વિદાય આપતા નહીં. પતિના હાથે સિંદૂર ન પુરાવતા તેવું લખી મોત વ્હાલુ કર્યું હતું. સાથે જ પોતે અને તેના છોકરા કોઈના ઉપર બોજ બનવા માગતા નથી. તેથી ઘરે આવવા માગતી નથી. એના કારણે આ પગલું ભરે છે. ઘરમાં તેના બાળકો કે તેનું કોઈ પણ નામો નિશાન રહેવું ના જોઈએ. જે સુસાઈડ નોટ પોલીસે કબજે કરી પરણીતાના આત્મહત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન
પરણીતાની આત્મહત્યા અને બાળકોના હત્યા તથા હત્યાના પ્રયાસની તપાસ દરમિયાન પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ હોવાની શક્યતાઓના કારણે આ પગલું ભર્યું હોય તેવું સામે આવી રહ્યું છે. જોકે મૃતક કૃપાના પરિવારજનો કે પાડોશીઓ પતિ તકરાર હોય તેવું નથી જણાવી રહ્યા. જેથી પોલીસ મહિલાના મોત માટે કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરી રહી છે.