Ahmedabad: એરપોર્ટ પરથી ઝડપાયેલી બે વૈભવી ઘડિયાળના વેલ્યૂઅરના જ ઠેકાણાં નથી
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ.13 કરોડની કિંમતની વિદેશી કંપનીની ઘડિયાળ કસ્ટમ વિભાગે કબજે કરી હતી. આ બન્ને ઘડિયાળની બજાર કિંમત જાણવા માટે અમદાવાદ કસ્ટમ વિભાગે વેલ્યૂઅરને પત્ર લખ્યો છે, પરંતુ હજુ સુધી વેલ્યુઅર બન્ને ઘડિયાળની કિંમત નક્કી કરવા માટે આવ્યા નથી.કસ્ટમ વિભાગે ધ ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઓક ગ્રીન લિમીડેટ એડિશનની અને રિકાર્ડે મિલેની ઘડિયાળ રૂ.13 કરોડની હોવાનું ઈન્ટરનેટ ઉપરથી જાણ્યું હતું.અબુધાબીથી એર અરેબિયા અને ઈન્ડીગોની ફ્લાઈટમાં દંપતી વહેલી સવારે અમદાવાદ અલગ અલગ આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ કોસર અકબર અલી કોલાપુરવાલા નીકળી ત્યારે હાથના કાંડા પર રૂમાલ બાંધ્યો હતો. તેની તલાશી લેતા રૂ.11.70 કરોડની ઘડિયાળ મળી આવી હતી. આ જ અરસામાં પત્ની રશીદા કોસર કોલાપુરવાલા પાછળ આવતા તેના પતિ કોસર અકબર અલી કોલાપુરવાલાની તલાશી લેતા હાથ પર બાંધેલી વિદેશી કંપનીની 1.29 કરોડની ઘડિયાળ મળી આવી હતી. આમ એક સાથે દંપતી પાસેથી કુલ રૂ.13 કરોડની વિદેશી કંપનીની ગોલ્ડ અને ડાયમંડ પ્લેટેડ ઘડિયાળની કસ્ટમ ડયુટી ભરી ન હોવાથી જપ્ત કરી ધરપકડ કરી હતી. કસ્ટમ વિભાગ તરફથી કબજે કરેલી ધ ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઓક ગ્રીન લિમિટેડ એડિશનની અને રિકાર્ડે મિલેની ઘડિયાળની કુલ કિંમત રૂ.13 કરોડની નેટ ઉપરથી જાણી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ.13 કરોડની કિંમતની વિદેશી કંપનીની ઘડિયાળ કસ્ટમ વિભાગે કબજે કરી હતી. આ બન્ને ઘડિયાળની બજાર કિંમત જાણવા માટે અમદાવાદ કસ્ટમ વિભાગે વેલ્યૂઅરને પત્ર લખ્યો છે, પરંતુ હજુ સુધી વેલ્યુઅર બન્ને ઘડિયાળની કિંમત નક્કી કરવા માટે આવ્યા નથી.
કસ્ટમ વિભાગે ધ ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઓક ગ્રીન લિમીડેટ એડિશનની અને રિકાર્ડે મિલેની ઘડિયાળ રૂ.13 કરોડની હોવાનું ઈન્ટરનેટ ઉપરથી જાણ્યું હતું.અબુધાબીથી એર અરેબિયા અને ઈન્ડીગોની ફ્લાઈટમાં દંપતી વહેલી સવારે અમદાવાદ અલગ અલગ આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ કોસર અકબર અલી કોલાપુરવાલા નીકળી ત્યારે હાથના કાંડા પર રૂમાલ બાંધ્યો હતો. તેની તલાશી લેતા રૂ.11.70 કરોડની ઘડિયાળ મળી આવી હતી. આ જ અરસામાં પત્ની રશીદા કોસર કોલાપુરવાલા પાછળ આવતા તેના પતિ કોસર અકબર અલી કોલાપુરવાલાની તલાશી લેતા હાથ પર બાંધેલી વિદેશી કંપનીની 1.29 કરોડની ઘડિયાળ મળી આવી હતી. આમ એક સાથે દંપતી પાસેથી કુલ રૂ.13 કરોડની વિદેશી કંપનીની ગોલ્ડ અને ડાયમંડ પ્લેટેડ ઘડિયાળની કસ્ટમ ડયુટી ભરી ન હોવાથી જપ્ત કરી ધરપકડ કરી હતી. કસ્ટમ વિભાગ તરફથી કબજે કરેલી ધ ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઓક ગ્રીન લિમિટેડ એડિશનની અને રિકાર્ડે મિલેની ઘડિયાળની કુલ કિંમત રૂ.13 કરોડની નેટ ઉપરથી જાણી હતી.