Ahmedabad: અમદાવાદમાં અસામાજીક તત્વો બન્યા બેફામ, પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામખાનગી હોટલમાં વેપારી અને કારીગરો પર કર્યો હુમલોપોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ કરી તેજઅમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ખાનગી હોટલમાં વેપારી પર અસામાજીક તત્વોએ હુમલો કરીને અનેક ચીજવસ્તુઓ અને સામાનની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજીક તત્વો ક્યારે ક લોકોને હેરાન કરે તો ક્યારે ક ઘર અને હોટલોમાં તોડફોડ કરીને લાખો રુપિયાનું નુકસાન પહોંચાડે છે. ક્યાંકને ક્યાંક પોલીસને ચકમો આપવામાં અસામાજીક તત્વો બેફામ બનતા જાય છે. અસામાજીક તત્વોના ટોળાએ હાથમાં હોકી, તલવારો, લાકડી અને પાઈપો લઈને પાર્કિંગમાં મુકેલા વાહનોમાં તોડફોડ કરે તો હપ્તા ઉખરાણી કરીને મારપીટ કરવાની અનેક ઘટનાઓ સામે આવે છે. તેવામાં અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વોએ ખાનગી હોટલમાં ઘૂસીને તોડફોટ કરી અને કર્મીઓ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. હોટલમાં 1200 રૂપિયાનું જમવાનું પાર્સલ કરાવા કહેવામાં આવ્યું હતું પરંતું પૈસા ન આપીને દાદાગીરી કરી હતી. હોટલમાં વેપારી અને કારીગર પર હુમલો કર્યો હતો. આ સાથે તત્વોએ ખાણીપીણીની વસ્તુઓ ફેંકીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાણવા મળી રહ્યું છે કે, આરોપી એઝાઝ અને સમસુ નામના બે શખ્સોની કરતૂત હોવાનું સામે આવ્યું છે. હોટલમાં મારપીટ અને તોડફોડ કર્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વેજલપુર પોલીસે CCTV ફૂટેજ આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંકઅમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.લુખ્ખાતત્વોએ આંતરિક માથાકૂટમાં તલવાર લઈ ST બસ અને રિક્ષાના કાચ તોડ્યા હોવાની ઘટના સામે આવી છે. અમરાઈવાડી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી.

Ahmedabad: અમદાવાદમાં અસામાજીક તત્વો બન્યા બેફામ, પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ
  • ખાનગી હોટલમાં વેપારી અને કારીગરો પર કર્યો હુમલો
  • પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ કરી તેજ

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ખાનગી હોટલમાં વેપારી પર અસામાજીક તત્વોએ હુમલો કરીને અનેક ચીજવસ્તુઓ અને સામાનની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજીક તત્વો ક્યારે ક લોકોને હેરાન કરે તો ક્યારે ક ઘર અને હોટલોમાં તોડફોડ કરીને લાખો રુપિયાનું નુકસાન પહોંચાડે છે. ક્યાંકને ક્યાંક પોલીસને ચકમો આપવામાં અસામાજીક તત્વો બેફામ બનતા જાય છે.

અસામાજીક તત્વોના ટોળાએ હાથમાં હોકી, તલવારો, લાકડી અને પાઈપો લઈને પાર્કિંગમાં મુકેલા વાહનોમાં તોડફોડ કરે તો હપ્તા ઉખરાણી કરીને મારપીટ કરવાની અનેક ઘટનાઓ સામે આવે છે. તેવામાં અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વોએ ખાનગી હોટલમાં ઘૂસીને તોડફોટ કરી અને કર્મીઓ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે.

હોટલમાં 1200 રૂપિયાનું જમવાનું પાર્સલ કરાવા કહેવામાં આવ્યું હતું પરંતું પૈસા ન આપીને દાદાગીરી કરી હતી. હોટલમાં વેપારી અને કારીગર પર હુમલો કર્યો હતો. આ સાથે તત્વોએ ખાણીપીણીની વસ્તુઓ ફેંકીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાણવા મળી રહ્યું છે કે, આરોપી એઝાઝ અને સમસુ નામના બે શખ્સોની કરતૂત હોવાનું સામે આવ્યું છે. હોટલમાં મારપીટ અને તોડફોડ કર્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વેજલપુર પોલીસે CCTV ફૂટેજ આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક

અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.લુખ્ખાતત્વોએ આંતરિક માથાકૂટમાં તલવાર લઈ ST બસ અને રિક્ષાના કાચ તોડ્યા હોવાની ઘટના સામે આવી છે. અમરાઈવાડી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી.