Ahmedabad: SP,ભાજપ MLA સામે ગુનો નોંધવા પાયલની HCમાં માગ
અમરેલી લેટરકાંડમાં ભોગ બનનાર પાયલ ગોટી દ્વારા અમરેલીના એસપી, સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયા સહિતના લોકો વિરુદ્ધ એફ્આઇઆર દાખલ કરવા સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી છે.પાયલ ગોટી તરફ્થી આ પ્રકરણમાં કસૂરવાર અમરેલી એસપી સહિતના પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પણ ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે. અમરેલી લેટર કાંડ મામલે દરમ્યાન આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરીયાદ અનુસંધાનમાં તેની થયેલી ધરપકડ અને અપાયેલા ત્રાસના સમગ્ર મામલામાં અમરેલી પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અથવા ડિસ્ટ્રિકટ જજ કક્ષાના અન્ય કોઇ ન્યાયિક અધિકારી મારફ્તે અરજદારની તા.13-1-2025ની ફરીયાદ પ્રકરણમાં તપાસ કરવા પણ પાયલ ગોટી તરફ્થી અરજીમાં દાદ માંગવામાં આવી છે. વધુમાં, આ સમગ્ર મામલામાં સ્પેશિયલ મોનિટરિંગ સેલના ડીઆઇડી નિર્લિપ્ત રાય દ્વારા કરાયેલી તપાસનો રિપોર્ટ અને તેની નકલ અરજદાર પૂરી પાડવા પણ અદાલતને અરજીમાં વિનંતી કરવામાં આવી છે. પાયલ ગોટી તરફ્થી અરજીમાં જણાવાયું છે કે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના બોગસ લેટર પેડનો ઉપયોગ કરી બનાવટી લેટર કે જેમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિ આરાયાના ગંભીર આક્ષેપો કરાયા હતા તે લેટર વાયરલ કરવાના પ્રકરણમાં તા.28-12-2024ના રોજ અમરેલી સાયબર સેલ દ્વારા એફ્આઇઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારની પણ ખોટી રીતે ધરપકડ કરાઇ હતી અને સુપ્રીમકોર્ટના સંબધિત ચુકાદાઓ અને માર્ગદર્શિકાઓનો ભંગ કરી તેને માનસિક ત્રાસ અને અત્યાચારનો ભોગ બનાવાઇ હતી. બાદમાં તા.3-1-2025ના રોજ અરજદાર જામીન પર મુકત થઇ હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી લેટરકાંડમાં ભોગ બનનાર પાયલ ગોટી દ્વારા અમરેલીના એસપી, સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયા સહિતના લોકો વિરુદ્ધ એફ્આઇઆર દાખલ કરવા સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી છે.
પાયલ ગોટી તરફ્થી આ પ્રકરણમાં કસૂરવાર અમરેલી એસપી સહિતના પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પણ ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે.
અમરેલી લેટર કાંડ મામલે દરમ્યાન આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરીયાદ અનુસંધાનમાં તેની થયેલી ધરપકડ અને અપાયેલા ત્રાસના સમગ્ર મામલામાં અમરેલી પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અથવા ડિસ્ટ્રિકટ જજ કક્ષાના અન્ય કોઇ ન્યાયિક અધિકારી મારફ્તે અરજદારની તા.13-1-2025ની ફરીયાદ પ્રકરણમાં તપાસ કરવા પણ પાયલ ગોટી તરફ્થી અરજીમાં દાદ માંગવામાં આવી છે.
વધુમાં, આ સમગ્ર મામલામાં સ્પેશિયલ મોનિટરિંગ સેલના ડીઆઇડી નિર્લિપ્ત રાય દ્વારા કરાયેલી તપાસનો રિપોર્ટ અને તેની નકલ અરજદાર પૂરી પાડવા પણ અદાલતને અરજીમાં વિનંતી કરવામાં આવી છે. પાયલ ગોટી તરફ્થી અરજીમાં જણાવાયું છે કે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના બોગસ લેટર પેડનો ઉપયોગ કરી બનાવટી લેટર કે જેમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિ આરાયાના ગંભીર આક્ષેપો કરાયા હતા તે લેટર વાયરલ કરવાના પ્રકરણમાં તા.28-12-2024ના રોજ અમરેલી સાયબર સેલ દ્વારા એફ્આઇઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારની પણ ખોટી રીતે ધરપકડ કરાઇ હતી અને સુપ્રીમકોર્ટના સંબધિત ચુકાદાઓ અને માર્ગદર્શિકાઓનો ભંગ કરી તેને માનસિક ત્રાસ અને અત્યાચારનો ભોગ બનાવાઇ હતી. બાદમાં તા.3-1-2025ના રોજ અરજદાર જામીન પર મુકત થઇ હતી.