Ahmedabad Rain : વરસાદ બંધ થયાના 6થી 7 કલાક થયા છતાં પણ શહેરના પૂર્વ વિસ્તારમાં નથી ઓસર્યા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. ઓઢવના અંબિકાનગર માર્ગ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને હજુ સુધી પાણી ઓસર્યા નથી. પાણી ભરાયા હોવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી આજ પ્રકારની સમસ્યા આ વિસ્તારમાં છે અને કેટલીક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે.
આસપાસ ચાલવા માટે ફૂટપાથ પણ નથી: સ્થાનિક
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે વરસાદ બંધ થયા બાદ 6થી 7 કલાક પાણી ભરાઈ રહે છે. આસપાસ ચાલવા માટે ફૂટપાથ પણ નથી બનાવવામાં આવ્યો, જેથી ચાલીને પણ બહાર આવી શકાતું નથી. વરસાદના પાણી કરતા અહીં વરસાદમાં ગટર અને કેમિકલનાં પાણી વધારે આવે છે પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને સમસ્યા એવીને એવી જ રહે છે.
અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર પાણીમાં ગરકાવ
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઓમ સર્કલ વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ગટરના પાણી બેક મારવા લાગ્યા છે અને તેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વિવિધ શાળાના બાળકો પણ ઢીંચણસમા પાણીમાં ઘરે જવા મજબૂર બન્યા છે.
What's Your Reaction?






