Ahmedabad: PUC આપતી વખતે વાહનનો 4થી 5 સેકન્ડનો વીડિયો કેપ્ચર કરવાનો રહેશે
રાજયના પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી આજથી શરુ કરવામાં આવી છે જેમાં પીયુસી સેન્ટરના સંચાલકોએ પીયુસી આપતી વખતે નવા નિયમોનું પાલન કરવાનુ રહેશે. સૌથી પહેલા વાહનચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેલા પીયુસી વર્ઝન-2નુ મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.બાદમાં મોબાઈલ એપ્લીકેશન મારફતે જ દરેક વાહચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઈસ્યુ કરવાના રહેશે. દરેક પીયુસી સેન્ટર ધારક જીઓ ફેન્સીગ અનુસાર પીયુસી સેન્ટરની 30થી 40 મીટરની ત્રિજયામાં આ પીયુસી સર્ટિફિકેટ આપી શકાશે. આ ઉપરાંત વાહનના રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો, વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો 4થી 5 સેકન્ડો શોર્ટ વીડીયો કેપ્ચર કરીને પીયુસી-વર્ઝન-2 સોફટવેરમાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ જ પીયુસી સેન્ટરો દ્રારા સંબંધિત વાહનનુ પીયુસી સર્ટિફિકેટ ઈસ્યુ કરી શકશે. પીયુસી સોફટવેર વર્ઝન-2નો આજથી આણંદ, બારડોલી,જૂનાગઢ, જામનગર અને મહેસાણા જીલ્લામાં અમલવારી કરવામાં આવશે. ત્યારબાદ બાકીના જીલ્લાઓમાં અમલવારી કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયના પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી આજથી શરુ કરવામાં આવી છે જેમાં પીયુસી સેન્ટરના સંચાલકોએ પીયુસી આપતી વખતે નવા નિયમોનું પાલન કરવાનુ રહેશે. સૌથી પહેલા વાહનચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેલા પીયુસી વર્ઝન-2નુ મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
બાદમાં મોબાઈલ એપ્લીકેશન મારફતે જ દરેક વાહચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઈસ્યુ કરવાના રહેશે. દરેક પીયુસી સેન્ટર ધારક જીઓ ફેન્સીગ અનુસાર પીયુસી સેન્ટરની 30થી 40 મીટરની ત્રિજયામાં આ પીયુસી સર્ટિફિકેટ આપી શકાશે. આ ઉપરાંત વાહનના રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો, વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો 4થી 5 સેકન્ડો શોર્ટ વીડીયો કેપ્ચર કરીને પીયુસી-વર્ઝન-2 સોફટવેરમાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ જ પીયુસી સેન્ટરો દ્રારા સંબંધિત વાહનનુ પીયુસી સર્ટિફિકેટ ઈસ્યુ કરી શકશે. પીયુસી સોફટવેર વર્ઝન-2નો આજથી આણંદ, બારડોલી,જૂનાગઢ, જામનગર અને મહેસાણા જીલ્લામાં અમલવારી કરવામાં આવશે. ત્યારબાદ બાકીના જીલ્લાઓમાં અમલવારી કરાશે.