Ahmedabad: 1.25 લાખ મુસાફરોના મેટ્રો કાર્ડ રદ થશે, નવા કાર્ડ ઇશ્યૂ નહીં
ગુજરાતની પ્રથમ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં હવે મુસાફરો માટે નવા પ્રિપેઇડ મેટ્રો કાર્ડ ઇશ્યું કરવામાં નહીં આવે. જે જુના 1.25 લાખ કાર્ડ ઇશ્યું કરાયેલા છે તે કાર્ડ પણ રિચાર્જની રકમ હશે ત્યાં સુધી જ ચાલશે પછી તે પણ બંધ થઇ જશે.એટલેકે મેટ્રોમાં મુસાફરી માટે વર્ષ 2019થી ઇશ્યું કરવામાં આવતા આ મેટ્રો કાર્ડમાં રિચાર્જ કરવાનું છેલ્લા અઠવાડિયાથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવાયું છે. અગાઉથી મુસાફરોને કોઇપણ પ્રકારની જાણકારી આપ્યા વગર બારોબાર મેટ્રો કાર્ડમાં રિચાર્જ કરવાનું એકાએક બંધ કરી દેવાતા તેમજ નવા કાર્ડ ઇશ્યું જ ન કરાતા રોજિંદી મુસાફરી કરતા લાખો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મેટ્રો કાર્ડના સ્થાને મુસાફરી માટે હવે નેશનલ કોમન મોબિલીટી કાર્ડનો મેટ્રોમાં અમલ શરૂ કરાશે. ટ્રેનમાં મુસાફરી કરતા ગરીબ અને સામાન્ય વર્ગને આ કાર્ડ અંગેની પુરતી જાણકારી જ ન હોવાથી આવા મુસાફરો અવઢવની સ્થિતિમાં મુકાઇ ગયા છે,. હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેનના સ્ટેશન પર આ મામલે મુસાફરો અને મેટ્રોના સ્ટાફ વચ્ચે ભારે રકઝકના બનાવો બની રહ્યા છે. અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ અને વાસણાથી મોટેરા સુધી દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના દોઢેક લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેના થકી 16 લાખ જેટલી જંગી આવક મેટ્રોને થઇ રહી છે. વિદ્યાર્થી, ધંધાદારી, નોકરિયાત વર્ગ માટે મેટ્રો ટ્રેનની સુવિધા હાથવગી અને ઝડપી હોવાથી જાહેર પરિવહનના સબળ માધ્યમ તરીકે અમદાવાદમાં તેને શહેરીજનો દ્વારા મુસાફરી માટે સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે રોજ ટિકિટ લેવા કાઉન્ટરો પર લાઇનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, સ્ટેશન પર ટોકન લઇને દરવાજા પાસે ઉભા રહી સ્વેપ કરવાની લાઇનોમાં લાગવું ન પડે , મુસાફરોનો સમય અને શક્તિનો બચાવ થાય અને ટિકિટમાં 10 ટકા ડિસ્કાઉન્ટ મળે તે માટે જીએમઆરસીએ વર્ષ 2019માં આપણી મેટ્રો ટ્રાવેલ કાર્ડ નામે પ્રિપેઇડ મેટ્રો કાર્ડ બહાર પાડયા હતા.જેને મુસાફરોએ હાથોહાથ લઇ લીધા હતા. તેને સારો એવો પ્રતિસાદ મળતા અત્યાર સુધીમાં કુલ સવા લાખ પ્રિ-પેઇડ મેટ્રો કાર્ડ મુસાફરોએ ખરીદ્યા હતા. હાલ જીએમઆરસીએ મુસાફરોની હાલાકીનો વિચાર કર્યા વગર જ ગયા અઠવાડિયે વડાપ્રધાન જ્યારે મેટ્રોના મોટેરાથી ગાંધીનગર સુધીના ફેઝ-2ના રૂટ પર મેટ્રો દોડાવવાના શુભારંભ પ્રસંગે આવ્યા બાદથી જ નવા પ્રિપેઇડ મેટ્રો કાર્ડ ઇશ્યું કરવાનું તેમજ જુના કાર્ડમાં રિચાર્જ જાણો, મોબિલિટી કાર્ડ કેવી રીતે મેળવવાનું રહેશે અમદાવાદ મેટ્રોએ મેટ્રો કાર્ડ નવા ઇશ્યું કરવાનું બંધ કરતા રોજિંદી મુસાફરી કરતા મુસાફરો નેશનલ કોમન મોબિલીટી કાર્ડ મેળવવા માટે ફાંફે ચઢયા છે. હાલ તકનો લાભ લઇને કેટલીક બેંકોના પ્રતિનિધિઓ મેટ્રો સ્ટેશોન પર ઉભા રહીને કાર્ડ અંગેની જાણકારી આપી ગ્રાહકો બનાવી રહ્યા છે. ત્યાં પણ લાંબી લાઇનો લાગી રહી છે. આ કાર્ડ મેટ્રો ટ્રેનવાળા આપતા નથી. આ કાર્ડ બેંકોમાંથી ઇશ્યું થતા હોવાથી તેની લાંબી પ્રક્રિયા છે. જેતે બેંકમાં પાનકાર્ડ. આધારકાર્ડ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા જમા કરાવવા, એનસીએમસી કાર્ડ માટેનું ફોર્મ ભરવું અને તે પછી અઠવાડિયે પંદર દિવસે બેંક ગ્રાહકને પોસ્ટ મારફતે આ કાર્ડ મોકલે ત્યારે મુસાફરો તેનો વપરાશ કરી શકશે. કાર્ડની ડિપોઝિટના નામે 25 લાખ ખંખેરી લીધા હોવાની મુસાફરોની લાગણી ! મેટ્રો ટ્રેનના મુસાફરો માટે આપણી મેટ્રો ટ્રાવેેલ કાર્ડની ડિપોઝિટના નામે કાર્ડદીઠ 50 રૂપિયા લેખે 62.50 લાખ રૂપિયા મુસાફરો પાસેથી લેવાયા છે. હાલમાં જ્યારે આ કાર્ડ બંધ કરી દેવાયું છે ત્યારે મુસાફરોને કાર્ડની નુકશાનીના કેસમાં 50 રૂપિયાની ડિપોઝિટમાંથી કશું નહીં મળે, જો કાર્ડ સલામત હશે તો જ કાર્ડ જમા કરાવવાના કિસ્સામાં 30 રૂપિયા રિફંડ મળશે. આમ છેલ્લા અઠવાડિયામાં 2,500 લોકોએ જુના કાર્ડ જમા કરાવીને 30 રૂપિયાનું રિફંડ મેળવી લીધું હોવાનું મેટ્રોના અધિકારીઓ જણાવી રહ્યા છે. 1.25 લાખ કાર્ડના ડિપોઝિટ પેટેના 20 રૂપિયા તો ગ્રાહકોને મળવાના જ નથી. આમ મેટ્રોને કાર્ડ.ની ડિપોઝિટ પેટેના 20 રૂપિયા લેખે 25 લાખ તો સીધેસીધા મળી જશે. કરી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. મોટેરાથી ગાંધીનગર માટે દોડતી મેટ્રો માટે તો મેટ્રો કાર્ડ ઇશ્યું જ કરવામાં આવ્યા નથી. નોંધપાત્ર છેકે અમદાવાદ મેટ્રોમાં ઓક્ટોબર 2020થી ઓગષ્ટ 2024 સુધીના સમયગાળામાં 5.28 કરોડ મુસાફરોએ મુસાફરી કરી છે જેના થકી મેટ્રોને 64.76 કરોડની આવક થઇ હતી. મેટ્રોના મુસાફરો માંગણી કરી રહ્યા છે. નેશનલ કોમન મોબિલીટી કાર્ડ જ હવે ચલણમાં આવશે આ મામલે મેટ્રોના અધિકારીઓના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે દેશમાં હવે વન નેશન..વન કાર્ડનો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે. એટલેકે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ જ હવે ચલણમાં રહેશે. અમદાવાદ મેટ્રોમાં એનસીએમસી થકી હવે મુસાફરો મેટ્રો કાર્ડની જેમ મુસાફરી કરી શકશે. જેમાં મુસાફરોને 10થી 20 ટકા સુધીનું ડિસ્ટાઉન્ટ પણ મળશે. મલ્ટી યુઝવાળા આ કાર્ડ થકી મુસાફરો દેશની કોઇપણ મેટ્રોમાં મુસાફરી કરી શકશે, એસટી, ટેક્ષી. રેલવેમાં પણ ટિકિટ ખરીદી શકશે. પેમેન્ટ કરી શકશે. બેંકોના ક્રિડિટ-ડેબિટ કાર્ડની જેમ પણ ઉપયોગ કરી શકશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતની પ્રથમ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં હવે મુસાફરો માટે નવા પ્રિપેઇડ મેટ્રો કાર્ડ ઇશ્યું કરવામાં નહીં આવે. જે જુના 1.25 લાખ કાર્ડ ઇશ્યું કરાયેલા છે તે કાર્ડ પણ રિચાર્જની રકમ હશે ત્યાં સુધી જ ચાલશે પછી તે પણ બંધ થઇ જશે.
એટલેકે મેટ્રોમાં મુસાફરી માટે વર્ષ 2019થી ઇશ્યું કરવામાં આવતા આ મેટ્રો કાર્ડમાં રિચાર્જ કરવાનું છેલ્લા અઠવાડિયાથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવાયું છે. અગાઉથી મુસાફરોને કોઇપણ પ્રકારની જાણકારી આપ્યા વગર બારોબાર મેટ્રો કાર્ડમાં રિચાર્જ કરવાનું એકાએક બંધ કરી દેવાતા તેમજ નવા કાર્ડ ઇશ્યું જ ન કરાતા રોજિંદી મુસાફરી કરતા લાખો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મેટ્રો કાર્ડના સ્થાને મુસાફરી માટે હવે નેશનલ કોમન મોબિલીટી કાર્ડનો મેટ્રોમાં અમલ શરૂ કરાશે.
ટ્રેનમાં મુસાફરી કરતા ગરીબ અને સામાન્ય વર્ગને આ કાર્ડ અંગેની પુરતી જાણકારી જ ન હોવાથી આવા મુસાફરો અવઢવની સ્થિતિમાં મુકાઇ ગયા છે,. હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેનના સ્ટેશન પર આ મામલે મુસાફરો અને મેટ્રોના સ્ટાફ વચ્ચે ભારે રકઝકના બનાવો બની રહ્યા છે. અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ અને વાસણાથી મોટેરા સુધી દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના દોઢેક લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેના થકી 16 લાખ જેટલી જંગી આવક મેટ્રોને થઇ રહી છે. વિદ્યાર્થી, ધંધાદારી, નોકરિયાત વર્ગ માટે મેટ્રો ટ્રેનની સુવિધા હાથવગી અને ઝડપી હોવાથી જાહેર પરિવહનના સબળ માધ્યમ તરીકે અમદાવાદમાં તેને શહેરીજનો દ્વારા મુસાફરી માટે સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે રોજ ટિકિટ લેવા કાઉન્ટરો પર લાઇનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, સ્ટેશન પર ટોકન લઇને દરવાજા પાસે ઉભા રહી સ્વેપ કરવાની લાઇનોમાં લાગવું ન પડે , મુસાફરોનો સમય અને શક્તિનો બચાવ થાય અને ટિકિટમાં 10 ટકા ડિસ્કાઉન્ટ મળે તે માટે જીએમઆરસીએ વર્ષ 2019માં આપણી મેટ્રો ટ્રાવેલ કાર્ડ નામે પ્રિપેઇડ મેટ્રો કાર્ડ બહાર પાડયા હતા.જેને મુસાફરોએ હાથોહાથ લઇ લીધા હતા.
તેને સારો એવો પ્રતિસાદ મળતા અત્યાર સુધીમાં કુલ સવા લાખ પ્રિ-પેઇડ મેટ્રો કાર્ડ મુસાફરોએ ખરીદ્યા હતા. હાલ જીએમઆરસીએ મુસાફરોની હાલાકીનો વિચાર કર્યા વગર જ ગયા અઠવાડિયે વડાપ્રધાન જ્યારે મેટ્રોના મોટેરાથી ગાંધીનગર સુધીના ફેઝ-2ના રૂટ પર મેટ્રો દોડાવવાના શુભારંભ પ્રસંગે આવ્યા બાદથી જ નવા પ્રિપેઇડ મેટ્રો કાર્ડ ઇશ્યું કરવાનું તેમજ જુના કાર્ડમાં રિચાર્જ જાણો, મોબિલિટી કાર્ડ કેવી રીતે મેળવવાનું રહેશે
અમદાવાદ મેટ્રોએ મેટ્રો કાર્ડ નવા ઇશ્યું કરવાનું બંધ કરતા રોજિંદી મુસાફરી કરતા મુસાફરો નેશનલ કોમન મોબિલીટી કાર્ડ મેળવવા માટે ફાંફે ચઢયા છે. હાલ તકનો લાભ લઇને કેટલીક બેંકોના પ્રતિનિધિઓ મેટ્રો સ્ટેશોન પર ઉભા રહીને કાર્ડ અંગેની જાણકારી આપી ગ્રાહકો બનાવી રહ્યા છે. ત્યાં પણ લાંબી લાઇનો લાગી રહી છે. આ કાર્ડ મેટ્રો ટ્રેનવાળા આપતા નથી. આ કાર્ડ બેંકોમાંથી ઇશ્યું થતા હોવાથી તેની લાંબી પ્રક્રિયા છે. જેતે બેંકમાં પાનકાર્ડ. આધારકાર્ડ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા જમા કરાવવા, એનસીએમસી કાર્ડ માટેનું ફોર્મ ભરવું અને તે પછી અઠવાડિયે પંદર દિવસે બેંક ગ્રાહકને પોસ્ટ મારફતે આ કાર્ડ મોકલે ત્યારે મુસાફરો તેનો વપરાશ કરી શકશે. કાર્ડની ડિપોઝિટના નામે 25 લાખ ખંખેરી લીધા હોવાની મુસાફરોની લાગણી !
મેટ્રો ટ્રેનના મુસાફરો માટે આપણી મેટ્રો ટ્રાવેેલ કાર્ડની ડિપોઝિટના નામે કાર્ડદીઠ 50 રૂપિયા લેખે 62.50 લાખ રૂપિયા મુસાફરો પાસેથી લેવાયા છે. હાલમાં જ્યારે આ કાર્ડ બંધ કરી દેવાયું છે ત્યારે મુસાફરોને કાર્ડની નુકશાનીના કેસમાં 50 રૂપિયાની ડિપોઝિટમાંથી કશું નહીં મળે, જો કાર્ડ સલામત હશે તો જ કાર્ડ જમા કરાવવાના કિસ્સામાં 30 રૂપિયા રિફંડ મળશે. આમ છેલ્લા અઠવાડિયામાં 2,500 લોકોએ જુના કાર્ડ જમા કરાવીને 30 રૂપિયાનું રિફંડ મેળવી લીધું હોવાનું મેટ્રોના અધિકારીઓ જણાવી રહ્યા છે. 1.25 લાખ કાર્ડના ડિપોઝિટ પેટેના 20 રૂપિયા તો ગ્રાહકોને મળવાના જ નથી. આમ મેટ્રોને કાર્ડ.ની ડિપોઝિટ પેટેના 20 રૂપિયા લેખે 25 લાખ તો સીધેસીધા મળી જશે.
કરી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. મોટેરાથી ગાંધીનગર માટે દોડતી મેટ્રો માટે તો મેટ્રો કાર્ડ ઇશ્યું જ કરવામાં આવ્યા નથી. નોંધપાત્ર છેકે અમદાવાદ મેટ્રોમાં ઓક્ટોબર 2020થી ઓગષ્ટ 2024 સુધીના સમયગાળામાં 5.28 કરોડ મુસાફરોએ મુસાફરી કરી છે જેના થકી મેટ્રોને 64.76 કરોડની આવક થઇ હતી. મેટ્રોના મુસાફરો માંગણી કરી રહ્યા છે. નેશનલ કોમન મોબિલીટી કાર્ડ જ હવે ચલણમાં આવશે
આ મામલે મેટ્રોના અધિકારીઓના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે દેશમાં હવે વન નેશન..વન કાર્ડનો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે. એટલેકે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ જ હવે ચલણમાં રહેશે. અમદાવાદ મેટ્રોમાં એનસીએમસી થકી હવે મુસાફરો મેટ્રો કાર્ડની જેમ મુસાફરી કરી શકશે. જેમાં મુસાફરોને 10થી 20 ટકા સુધીનું ડિસ્ટાઉન્ટ પણ મળશે. મલ્ટી યુઝવાળા આ કાર્ડ થકી મુસાફરો દેશની કોઇપણ મેટ્રોમાં મુસાફરી કરી શકશે, એસટી, ટેક્ષી. રેલવેમાં પણ ટિકિટ ખરીદી શકશે. પેમેન્ટ કરી શકશે. બેંકોના ક્રિડિટ-ડેબિટ કાર્ડની જેમ પણ ઉપયોગ કરી શકશે.