Ahmedabad Policeની મદદે આવ્યું ગ્લોબલ બ્લોકચેઈન પ્લેટફોર્મ બિનાન્સે, 2,00,000 ડોલરના ક્રોસ-બોર્ડર સ્કેમનો કર્યો પર્દાફાશ

Jul 8, 2025 - 23:00
Ahmedabad Policeની મદદે આવ્યું ગ્લોબલ બ્લોકચેઈન પ્લેટફોર્મ બિનાન્સે, 2,00,000 ડોલરના ક્રોસ-બોર્ડર સ્કેમનો કર્યો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિવિધ દેશો વચ્ચેની સહકારપૂર્ણ કામગીરીમાં ગ્લોબલ બ્લોકચેઇન પ્લેટફોર્મ બિનાન્સે સમગ્ર દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં અસરગ્રસ્તોનું શોષણ કરનારા અત્યાધુનિક કૌભાંડી નેટવર્કને ઝડપવામાં અને તેને તોડી પાડવામાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મદદ કરી છે. ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપિંડી આચરવાના વધી રહેલા ટ્રેન્ડના ભાગરૂપે ચાલતા આ કૌભાંડમાં કાયદાનો અમલ કરાવતા અધિકારીનો સ્વાંગ રચીને ક્રિપ્ટોનો ઉપયોગ કરીને પૈસા પડાવવામાં આવતા હતા.

શંકાસ્પદ વ્યવહારોને અલગ તારવ્યા

ગુજરાતના એક 90 વર્ષીય વૃદ્ધનો કિસ્સો સૌથી ચોંકાવનારા કેસો પૈકીનો એક હતો, જેમાં બનાવટી કાયદાકીય આરોપો હેઠળ ફંડ ટ્રાન્સફર કરવા માટે તેમને મજબૂર કર્યા બાદ તેમણે રૂ. 1.25 કરોડ (લગભગ 1,49,700 યુએસ ડોલર) ગુમાવ્યા હતા. આવા જ એક બીજા કિસ્સામાં નોકરી શોધી રહેલા એક ભારતીય યુવકને ખોટા બહાના હેઠળ નેપાળ લઈ જવાયો, તેની ઇચ્છા વિરુદ્ધ તેને ગોંધી રખાયો અને પછી લગભગ રૂ. 49 લાખ (લગભગ 58,680 યુએસ ડોલર)ની લૂંટ માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ કિસ્સો દર્શાવે છે કે સીમા પાર ગેરકાયદેસર ફંડ્સ ટ્રાન્સફર કરવા માટે સાયબર ગુનેગારો દ્વારા ડિજિટલ એસેટ્સનો ઉપયોગ કરવા પ્રયત્ન કરવાની પેટર્ન અને ટ્રેન્ડમાં વધારો થઈ રહ્યો છે. જોકે બ્લોકચેઈન ટેક્નોલોજીની મજબૂત પારદર્શકતાના લીધે બિનાન્સની ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ)ની મદદથી તપાસકર્તા અધિકારીઓ વોલેટ એક્ટિવિટી પર નજર રાખી હતી, શંકાસ્પદ વ્યવહારોને અલગ તારવ્યા હતા અને ધરપકડ હાથ ધરવામાંમ મદદ કરી હતી.

બિનાન્સની એફઆઈયુ ટીમ તરફથી સમયસર મળેલી મદદના લીધે ક્રિપ્ટોનો છેડો શોધી શક્યા

અમદાવાદ શહેર પોલીસના સાયબર ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું કે આ કિસ્સા દર્શાવે છે કે સાયબર કૌભાંડોની આધુનિકતામાં વધારો થઈ રહ્યો છે અને વિવિધ દેશો વચ્ચે સહકારની જરૂર છે. બિનાન્સની એફઆઈયુ ટીમ તરફથી સમયસર મળેલી મદદના લીધે અમે ક્રિપ્ટોનો છેડો શોધી શક્યા હતા, મુખ્ય શંકાસ્પદોને ઓળખી શક્યા હતા અને તેના પગલે ધરપકડ કરવા માટે ઝડપી કામગીરી શરૂ કરી શક્યા હતા. અમારું લક્ષ્ય આ ગુનાહિત નેટવર્કના મૂળિયા તોડી નાંખવાનું અને જાણીતા પીડિતોને જ નહીં, પરંતુ જેઓ આગામી લક્ષ્ય હોઈ શકે છે તેવા બીજા અનેક લોકોને પણ બચાવવાનું છે. મને આશા છે કે અમે બિનાન્સ જેવા ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, જેમની મદદથી આવા ઉભરતા જોખમો કરતાં એક કદમ આગળ રહેવાનું મહત્વનું બની રહ્યું હતું.

નાણાકીય ગેરરીતિ આચરવામાં સામેલ વોલેટ્સને ઓળખી કાઢ્યા હતા

બિનાન્સની એફઆઈયુ ટીમે કાયદાકીય અમલકારી સંસ્થાઓની વિનંતીઓનો તાત્કાલિક જવાબ આપ્યો હતો, નાણાકીય ગેરરીતિ આચરવામાં સામેલ વોલેટ્સને ઓળખી કાઢ્યા હતા અને સ્થાનિક સત્તાવાળાઓને એક્શનેબલ લીડ્સ ઉભી કરવામાં મદદ કરી હતી. બંને કિસ્સામાં શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા હતા અને આગળની પૂછપરછ ચાલી રહી છે. ડિજિટલ એરેસ્ટ કૌભાંડના કિસ્સા પ્રદેશમાં વધી રહ્યા છે, જેમાં કૌભાંડીઓ પીડિત લોકોને ડરાવવા અને ધમકાવવાની રીતરસમો અપનાવીને તેમના નાણાં ભાડે લીધેલા ખાતામાં અને ક્રિપ્ટો વોલેટ્સમાં ટ્રાન્સફર કરાવે છે જેથી તેઓ પોતાની ઓળખ છૂપાવી શકે. આ જટીલ નેટવર્કને ખુલ્લુ પાડવામાં અને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં બિનાન્સની મદદ નિર્ણાયક પુરવાર થઈ હતી.

બિનાન્સ વિશ્વસનીય ક્રિપ્ટો ઈકોસિસ્ટમ ઊભી કરવા માટે પ્રતિબદ્ધ

બિનાન્સ સાઉથ એશિયાના રિજનલ ગ્રોથ એન્ડ ઓપરેશન્સ લીડ કુશલ મનુપતિએ જણાવ્યું હતું કે અમારો સહયોગ ચોરાયેલા ફંડ્સને શોધવા અને છેતરપિંડી અથવા મની લોન્ડ્રિંગ માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરનારાઓને ઓળખવા પર કેન્દ્રીત છે. અમારા સહયોગનો ઉદ્દેશ ગેરકાયદેસર વ્યવહારોને શોધી કાઢવામાં અને ક્રિપ્ટો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતા અનિષ્ટ તત્વોને ઝડપી લેવામાં મદદ કરવાનો હતો. દરેક બ્લોકચેઈન ટ્રાન્ઝેક્શન એક દેખીતો અને વેરિફાઈ કરી શકાય તેવો માર્ગ છોડી જાય છે અને જ્યારે તેનો જવાબદારપણે ઉપયોગ કરવામાં આવે તો આ પારદર્શકતા નાણાંકીય અપરાધોને ડામવા માટેના શક્તિશાળી સાધન બની જાય છે. આ કેસ એક મજબૂત ઉદાહરણ છે કે કેવી રીતે ક્રિપ્ટો અપરાધિક પ્રવૃત્તિને બંધ કરવામાં અને કાયદાનું પાલન કરતા યુઝર્સને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે. બિનાન્સ યુઝરની પ્રાઇવસીની સુરક્ષા કરવા અને સમગ્ર ભારત અને વિશ્વમાં સુરક્ષિત, વિશ્વસનીય ક્રિપ્ટો ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે પ્રતિબદ્ધ રહે છે. બિનાન્સ સાયબર સિક્યોરિટી અને ડિજિટલ નાણાંકીય અખંડિતતામાં એક સક્રિય સહયોગી બનવા માટે તત્પર છે. આ કેસ સ્પષ્ટ ઉદાહરણ રજૂ કરે છે કે મજબૂત ભાગીદારી સાથે જોડવામાં આવે તો બ્લોકચેઈન ટેક્નોલોજી કેવી રીતે આધુનિક નાણાંકીય ગુનાને ડામવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0