Ahmedabad Police : 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસે તૈયાર કર્યો એકશન પ્લાન

31 ડિસેમ્બરની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે અને નવા વર્ષને વધાવવામાં પણ આવે છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે ખાસ એકશન પ્લાન બનાવ્યો છે.આવો જાણીએ પોલીસે શું તૈયાર કર્યો એકશન પ્લાન. 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી અંગે એક્શન પ્લાન 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી સંદર્ભે ઘણા વિસ્તારમાં મોડી રાત સુઘી મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થઈ તહેવારની ઉજવણી કરતી હોય છે. જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે મુજબનો એક્શન પ્લાન રાખવામાં આવેલ છે.પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં લીસ્ટેડ બુટલેગરોને રોજેરોજ ચેક કરી, પ્રોહી અંગેના વઘુમાં વઘુ કેસો શોધાય તે અંગે અસરકારક કામગીરી કરાવામાં આવી રહેલ છે તેમજ લીસ્ટેડ બુટલેગરો વિરૂધ્ધ અસરકાર અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવેલ છે.500 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે અમદાવાદ શહેરમાં પ્રવેશતા રીંગરોડ ઉપરના મહત્વના નાકાઓ ઉપર ચેક પોસ્ટ પોઇન્ટ કાર્યરત કરવામાં આવેલ છે.સઘન વાહન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓ, ગેર કાયદેસર વસ્તુઓની હેરાફેરી નશાકારક વસ્તુઓની હેરાફેરી તેમજ આંતકવાદી પ્રવૃતિઓને ઘ્યાને રાખી સતત તકેદારી રાખવામાં આવેલ છે જેમાં કુલ-500 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે.પાર્ટી પ્લોટ પાસે પણ પોલીસ બજાવશે ફરજ કુલ 300 જેટલા બ્રેથ એનાલાયઝરનો ઉપયોગ કરી ડ્રન્ક એન્ડ ડ્રાઇવ બાબતે કાર્યવાહી કરવામાં આવનાર છે.31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે સી.જી. રોડ તથા એસ.જી. હાઇવે, સીંઘુભવન રોડ, રીવરફ્રન્ટ ખાતે ઉપર મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતી હોય આવા સ્થળોએ જરૂરીયાત મુજબનો બંદોબસ્ત ગોઠવી કોઇ પણ પ્રકારના નશાયુક્ત પદાર્થનુ વેચાણ /સેવન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે અંગે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્પેશિયલ શી ટીમ બજાવશે ફરજ 01-પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસના પાર્ટી આયોજક તથા હોટલોના સંચાલકો સાથે મીટીંગ યોજી પાર્ટી પ્લોટ/ફાર્મ હાઉસ ખાતે નશીલા પદાર્થોના સેવન અંગેનુ આયોજન ન કરવામાં આવે તે અંગે સૂચનાઓ કરવામાં આવ્યા છે. 02-મહિલાઓની સુરક્ષા સારૂ બંદોબસ્તમાં તમામ સી ટીમ તથા મહિલા પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કોઇ અનિચ્છનિય બનાવ ન બને અંગે તકેદારી રાખવામાં આવનાર છે. 03-રાત્રી દરમિયાન અસામાજીક તત્વો દ્વારા જોખમી રીતે વાહન ચલાવી સ્ટંટ કરતા હોવાના બનાવો ન બને તે અંગે રોડ ઉપર વધુમાં વધુ પોલીસની હાજરી વર્તાય તે મુજબ તથા બેરીકેડીંગ રાખવામાં આવનાર છે.કોમી સંવેદનશીલ વિસ્તારમાં અસરકારક બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

Ahmedabad Police : 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસે તૈયાર કર્યો એકશન પ્લાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

31 ડિસેમ્બરની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે અને નવા વર્ષને વધાવવામાં પણ આવે છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે ખાસ એકશન પ્લાન બનાવ્યો છે.આવો જાણીએ પોલીસે શું તૈયાર કર્યો એકશન પ્લાન.

31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી અંગે એક્શન પ્લાન

31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી સંદર્ભે ઘણા વિસ્તારમાં મોડી રાત સુઘી મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થઈ તહેવારની ઉજવણી કરતી હોય છે. જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે મુજબનો એક્શન પ્લાન રાખવામાં આવેલ છે.પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં લીસ્ટેડ બુટલેગરોને રોજેરોજ ચેક કરી, પ્રોહી અંગેના વઘુમાં વઘુ કેસો શોધાય તે અંગે અસરકારક કામગીરી કરાવામાં આવી રહેલ છે તેમજ લીસ્ટેડ બુટલેગરો વિરૂધ્ધ અસરકાર અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવેલ છે.

500 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે

અમદાવાદ શહેરમાં પ્રવેશતા રીંગરોડ ઉપરના મહત્વના નાકાઓ ઉપર ચેક પોસ્ટ પોઇન્ટ કાર્યરત કરવામાં આવેલ છે.સઘન વાહન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓ, ગેર કાયદેસર વસ્તુઓની હેરાફેરી નશાકારક વસ્તુઓની હેરાફેરી તેમજ આંતકવાદી પ્રવૃતિઓને ઘ્યાને રાખી સતત તકેદારી રાખવામાં આવેલ છે જેમાં કુલ-500 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે.

પાર્ટી પ્લોટ પાસે પણ પોલીસ બજાવશે ફરજ

કુલ 300 જેટલા બ્રેથ એનાલાયઝરનો ઉપયોગ કરી ડ્રન્ક એન્ડ ડ્રાઇવ બાબતે કાર્યવાહી કરવામાં આવનાર છે.31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે સી.જી. રોડ તથા એસ.જી. હાઇવે, સીંઘુભવન રોડ, રીવરફ્રન્ટ ખાતે ઉપર મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતી હોય આવા સ્થળોએ જરૂરીયાત મુજબનો બંદોબસ્ત ગોઠવી કોઇ પણ પ્રકારના નશાયુક્ત પદાર્થનુ વેચાણ /સેવન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે અંગે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સ્પેશિયલ શી ટીમ બજાવશે ફરજ

01-પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસના પાર્ટી આયોજક તથા હોટલોના સંચાલકો સાથે મીટીંગ યોજી પાર્ટી પ્લોટ/ફાર્મ હાઉસ ખાતે નશીલા પદાર્થોના સેવન અંગેનુ આયોજન ન કરવામાં આવે તે અંગે સૂચનાઓ કરવામાં આવ્યા છે.

02-મહિલાઓની સુરક્ષા સારૂ બંદોબસ્તમાં તમામ સી ટીમ તથા મહિલા પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કોઇ અનિચ્છનિય બનાવ ન બને અંગે તકેદારી રાખવામાં આવનાર છે.

03-રાત્રી દરમિયાન અસામાજીક તત્વો દ્વારા જોખમી રીતે વાહન ચલાવી સ્ટંટ કરતા હોવાના બનાવો ન બને તે અંગે રોડ ઉપર વધુમાં વધુ પોલીસની હાજરી વર્તાય તે મુજબ તથા બેરીકેડીંગ રાખવામાં આવનાર છે.કોમી સંવેદનશીલ વિસ્તારમાં અસરકારક બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.