Ahmedabad Policeના 19 વહીવટદારોનો છૂટી ગયો પરસેવો, કમિશનરે "કે કંપનીમાં" કરી બદલી
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા 19 પોલીસ કોન્સ્ટેબલો અને ત્રણ પીએસઆઈની કે કંપનીમાં સજાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બદલી કરી છે,અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ પણ 13 પોલીસ કોન્સ્ટેબલોની બદલી કરી હતી,શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપવા બદલ પોલીસ કમિશનરે બદલી કરી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. પીસીબીએ પાડયા હતા દરોડા તાજેતરમાં પીસીબી દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર રેડ કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બનેલ બનાવની ગંભીર નોંધ લેવામાં આવી હતી.પોલીસ કમિશનર દ્વારા તેવા વિસ્તારના પોલીસ કર્મચારીઓ અને પીએસઆઇની કે કંપનીમાં બદલી કરવામાં આવી છે,પીસીબી દ્વારા ચાંદખેડા, સાબરમતી, બાપુનગર, ઇસનપુર, સોલા, સરખેજ, નારોલમાં દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. જિલ્લાભરમાં સજાના ભાગે કરાય છે બદલી જયારે પણ વહીવટદારોની અથવા કોઈ પોલીસકર્મીને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમની બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે,અમદાવાદ પોલીસમાં પણ હજી તમામ પોલીસ સ્ટેશનોના વહીવટદારોની બદલી કરવામાં આવી નથી,જે મોટા વહીવટદારો છે કે જેઓ બે થી ત્રણ પોલીસ સ્ટેશનોનો વહીવટ કરતા હતા તેમની જ બદલી કરવામાં આવી છે,પરંતુ એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર તો હજી મોજમાં જ જીવી રહ્યાં છે,તેમની બદલી કરવામાં આવી નથી. અન્ય જિલ્લાના વહીવટદારોની બદલી કયારે ? મોટા આઈપીએસોની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે,અમદાવાદ પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે કે,જો ગાંધીનગરથી વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો જિલ્લાભરમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી,શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.માત્ર પોલીસ ખાતુ ભ્રષ્ટ્રાચાર કરે છે એવું નથી,ઘણા ખાતા એવા છે જેમાં ઘણા ખાનગી માણસો પણ વહીવટ કરતા હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા 19 પોલીસ કોન્સ્ટેબલો અને ત્રણ પીએસઆઈની કે કંપનીમાં સજાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બદલી કરી છે,અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ પણ 13 પોલીસ કોન્સ્ટેબલોની બદલી કરી હતી,શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપવા બદલ પોલીસ કમિશનરે બદલી કરી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.
પીસીબીએ પાડયા હતા દરોડા
તાજેતરમાં પીસીબી દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર રેડ કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બનેલ બનાવની ગંભીર નોંધ લેવામાં આવી હતી.પોલીસ કમિશનર દ્વારા તેવા વિસ્તારના પોલીસ કર્મચારીઓ અને પીએસઆઇની કે કંપનીમાં બદલી કરવામાં આવી છે,પીસીબી દ્વારા ચાંદખેડા, સાબરમતી, બાપુનગર, ઇસનપુર, સોલા, સરખેજ, નારોલમાં દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી.
જિલ્લાભરમાં સજાના ભાગે કરાય છે બદલી
જયારે પણ વહીવટદારોની અથવા કોઈ પોલીસકર્મીને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમની બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે,અમદાવાદ પોલીસમાં પણ હજી તમામ પોલીસ સ્ટેશનોના વહીવટદારોની બદલી કરવામાં આવી નથી,જે મોટા વહીવટદારો છે કે જેઓ બે થી ત્રણ પોલીસ સ્ટેશનોનો વહીવટ કરતા હતા તેમની જ બદલી કરવામાં આવી છે,પરંતુ એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર તો હજી મોજમાં જ જીવી રહ્યાં છે,તેમની બદલી કરવામાં આવી નથી.
અન્ય જિલ્લાના વહીવટદારોની બદલી કયારે ?
મોટા આઈપીએસોની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે,અમદાવાદ પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે કે,જો ગાંધીનગરથી વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો જિલ્લાભરમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી,શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.માત્ર પોલીસ ખાતુ ભ્રષ્ટ્રાચાર કરે છે એવું નથી,ઘણા ખાતા એવા છે જેમાં ઘણા ખાનગી માણસો પણ વહીવટ કરતા હોય છે.