Ahmedabad News: રાજસ્થાનથી 7 મહિનાથી ચાલતું હાઇબ્રીડ ગાંજાનું નેટવર્ક પકડાયું, 3 નશાખોર મિત્રો ઝડપાયા!

Nov 4, 2026 - 17:00
Ahmedabad News: રાજસ્થાનથી 7 મહિનાથી ચાલતું હાઇબ્રીડ ગાંજાનું નેટવર્ક પકડાયું, 3 નશાખોર મિત્રો ઝડપાયા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા સતત સકંજા કસવામાં આવી રહ્યો છે, ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

ત્રણેય આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓના નામ સંદીપકુમાર વર્મા, પ્રદીપ રાજપૂત અને બંટી મીરચંદાની હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની પાસેથી કુલ 54.180 ગ્રામ હાઇબ્રીડ ગાંજો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 1,90,000 થાય છે, તે જપ્ત કર્યો છે.

રાજસ્થાનથી ચાલતું હતું 7 મહિનાનું નેટવર્ક

તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી બંટી મીરચંદાની આ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો દસ દિવસ પહેલા જ રાજસ્થાનથી લાવ્યો હતો. આ ત્રણેય મિત્રો પોતે પણ નશાના બંધાણી હોવાથી પોતાની જરૂરિયાત સંતોષવાની સાથે કૃષ્ણનગર અને આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરતા હતા. આ નેટવર્ક છેલ્લા 7 મહિનાથી સક્રિય હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Ahmedabad News, Ahmedabad hybrid ganjha raid, Krishnanagar police drugs case

પોલીસની વધુ સઘન તપાસ

ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પરસ્પર મિત્રો હોવાની સાથે ડ્રગ્સના સેવન સાથે સંકળાયેલા છે. આ મામલે પોલીસ હવે રાજસ્થાનના મુખ્ય સપ્લાયર અને અન્ય સંકળાયેલા શખ્સો સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Ahmedabad: નિકોલ હિટ એન્ડ રનમાં મૃત્યુઆંક 3 થયો, 4 વર્ષના જોડિયાં બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0