Ahmedabad News: બોડકદેવમાં સ્થિત પ્રકાશ સ્કૂલને FRCની નોટિસ, 25 જૂને ખુલાસા સાથે હાજર રહેવા સૂચના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં ફરી એકવાર ફી વધારાનો વિવાદ ગરમાયો છે.શહેરના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવમાં આવેલી પ્રકાશ સ્કૂલ સામે ફી રેગ્યુલેશન કમિટી (FRC) દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે.શાળા તંત્ર દ્વારા નિયમ કરતા વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની વાલીઓની ઉગ્ર રજૂઆતો અને ફરિયાદો બાદ FRC એક્શન મોડમાં આવી છે અને સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે.
વાલીઓના ભારે હોબાળા બાદ FRC હરકતમાં
છેલ્લા કેટલાક સમયથી પ્રકાશ સ્કૂલના વાલીઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે શાળા પ્રશાસન દ્વારા મનસ્વી રીતે ફીમાં વધારો ઝીંકી દેવાયો છે.આ મામલે વાલીઓએ એકઠા થઈને વિરોધ કર્યો હતો અને FRC સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.વાલીઓની આ રજૂઆતને પગલે કમિટીએ તાત્કાલિક ધોરણે આ મામલાની ગંભીરતા સમજીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
25 જૂને ખુલાસા સાથે હાજર રહેવા સૂચના
FRC દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં પ્રકાશ સ્કૂલના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી 25 જૂનના રોજ કમિટી સમક્ષ રૂબરૂ હાજર રહે.આ સાથે જ શાળાને ધોરણવાર ઉઘરાવવામાં આવતી ફીનું સંપૂર્ણ માળખું અને તેની તમામ વિગતો તથા દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જો શાળા પ્રશાસન નિયત સમય મર્યાદામાં સંતોષકારક ખુલાસો કરવામાં નિષ્ફળ રહેશે તો FRC દ્વારા સ્કૂલ સામે દંડાત્મક આકરા પગલાં લેવામાં આવી શકે છે.હવે આગામી 25 જૂને પ્રકાશ સ્કૂલ કમિટી સમક્ષ શું ખુલાસો રજૂ કરે છે તેના પર વાલીઓ અને શિક્ષણ જગતની નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ Surat News: મનપામાં 12 સમિતિઓ રચાશે, મહિનાથી ઠપ્પ પડેલા વિકાસકાર્યો હવે શરૂ થશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

