Ahmedabad News: બાવળામાં વીજ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતો મેદાને, વળતર નીતિ સામે આક્રોશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર નાખવાની કામગીરીથી પ્રભાવિત થયેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યોગ્ય અને ન્યાયી વળતર મેળવવા માટે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને પોતાની ઉગ્ર રજૂઆત નોંધાવી છે.
નવી વળતર નીતિ સામે ખેડૂતોમાં નારાજગી
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે, રાજ્ય સરકાર દ્વારા 04/07/2026 ના રોજ જાહેર કરવામાં આવેલી નવી વળતર નીતિમાં વર્ષ 2022 થી સતત લડત ચલાવતા અને અગાઉથી પેન્ડિંગ કેસ ધરાવતા ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે, જેના કારણે તેમને મોટો અન્યાય થયો છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને રાજસ્થાન પોલિસી મુજબ વળતર
આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી છે કે,
- સરકારની નવી નીતિ હેઠળ 200% ને બદલે રાજસ્થાન પોલિસી મુજબ માર્કેટ ભાવના 400% વળતર ચૂકવવામાં આવે
- ટાવર માટે નક્કી કરેલા ભાવના 400% અને કોરિડોર (તાર) માટે તે રકમના 30% લેખે વળતર આપવામાં આવે
- અગાઉ વાંધા સાથે વળતર સ્વીકાર્યું હોય તેવા તમામ ખેડૂતોને પણ નવી નીતિ હેઠળ તફાવતની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે
મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત, આંદોલનની ચીમકી
બાવળાના ખેડૂતોએ આ ગંભીર બાબતે રાજ્યના મુખ્યમંત્રી, ઊર્જા મંત્રી અને જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં જાણ કરીને ન્યાયની ગુહાર લગાવી છે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલ ખેતરોમાં વીજલાઇનનું જ્યાં કામ બાકી છે, ત્યાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યા નથી અને ખેડૂતો રાત-દિવસ જાગીને વીજલાઇનના કામ પર સતત નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad News: મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ, ચાલુ માસમાં ડેન્ગ્યુના 604 કેસ નોંધાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

