Ahmedabad News: પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો બે હજાર ચૂકવવા પડશે, નળ અને ગટર કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશન માટે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં પેટ ડોગના માલિકો દ્વારા ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આળસ કરતા હોવાથી તંત્ર દ્વારા રજિસ્ટ્રેશનની ફી 200 રૂપિયાથી વધારીને સીધી જ બે હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. શહેરમાં હાલમાં 16 હજાર જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જયારે શહેરમાં આશરે 50 હજાર જેટલા પેટ ડોગ છે.
જાન્યુઆરી માસથી રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે
અમદાવાદ મહાનગર પાલિકાના CNCD વિભાગના હેડ નરેશ રાજપૂતે કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં જે લોકોના ઘરમાં પેટ ડોગ હોય તેની ગણતરી કરવામાં નહોતી આવતી. હવે તંત્ર દ્વારા જાન્યુઆરી માસથી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે લોકો પોતાના ઘરે પેટ ડોગ રાખે છે તેમણે પોતાના પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયેલા છે જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પામેરિયન, ગોલ્ડન રોટવીલર અને હસ્કી પ્રજાતિના ડોગનો સમાવેશ થાય છે.
31 ડિસેમ્બર 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવુ પડશે
અમદાવાદમાં પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકાના નળ અને ગટર કનેક્શન કાપવાથી લઈને ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પેટ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો નોટીસ ફટકારવામાં આવશે. તંત્રની ટીમ લોકોના ઘરે જઈને તપાસ કરશે. જે પેટ ડોગ માલિકોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
What's Your Reaction?






