Ahmedabad News: છત્તીસગઢના યુવકે જીવનની પ્રથમ વિદેશ ટ્રીપ મારી અને ગાંજાના નેટવર્કમાં ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા એક ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.થાઈ એરવેઝની ફ્લાઈટ દ્વારા બેંગકોકથી અમદાવાદ આવેલા એક ભારતીય મુસાફર પાસેથી આશરે 6.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે.
એર ઇન્ટેલિજન્સ યુનિટની મોટી કાર્યવાહી
એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમને બેંગકોકથી ડ્રગ્સની હેરાફેરી થવાની ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી.જેના આધારે અધિકારીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગની મદદથી એરપોર્ટ પર સઘન વોચ ગોઠવી હતી.ફ્લાઈટમાંથી ઉતરેલા એક શંકાસ્પદ મુસાફરને અટકાવીને જ્યારે તેની ટ્રોલી બેગની તલાશી લેવામાં આવી ત્યારે કસ્ટમ્સ અને AIUની ટીમ પણ ચોંકી ઉઠી હતી.આરોપીએ બેગની અંદર ખૂબ જ ચાલાકીથી વેક્યૂમ-સીલ પેકેટોમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો.જે ટીમે શોધી કાઢીને જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પકડાયેલો મુસાફર છત્તીસગઢના રાયપુરનો રહેવાસી છે.
જિંદગીની પહેલી જ વિદેશ ટ્રિપ પર ગયો હતો
આરોપી પોતાની જિંદગીની પહેલી જ વિદેશ ટ્રિપ પર ગયો હતો અને પ્રથમ પ્રવાસ દરમિયાન જ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના સંપર્કમાં આવીને ગાંજાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. AIU દ્વારા કરોડોની કિંમતનો ગાંજો જપ્ત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આ ડ્રગ્સ ગુજરાતમાં કોને સપ્લાય કરવાનું હતું અને આ રેકેટ પાછળ કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Dahod News: લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી બિનહિસાબી 2.56 કરોડની રોકડ ઝડપાઇ, કાર ચાલકની અટકાયત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

