Ahmedabad: મોબાઈલના વધુ ઉપયોગથી બાળકોમાં વર્ચ્યુઅલ ઓટિઝમ અને મહિલાઓમાં હોર્મોનલ ઈમ્બેલેન્સનું ગંભીર જોખમ !
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ટેકનોલોજીના નામે ચાલી રહેલી મોબાઈલ ક્રાંતિ હવે એક મોટી સાયલન્ટ હેલ્થ ઈમરજન્સી તરફ્ ઈશારો કરી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ્ ઈન્ડિયાના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં સક્રિય મોબાઈલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 6.8 કરોડથી વધુ પર પહોંચી ગઈ છે, જેમાં દર વર્ષે અંદાજે 20 થી 25 લાખ નવા યુઝર્સનો ઉમેરો થઈ રહ્યો છે. આ આંધળી દોટ હવે વડીલો, મહિલાઓ અને માસૂમ બાળકો માટે શારીરિક તેમજ માનસિક રીતે જીવલણ સાબિત થઈ રહી હોવાના ચોંકાવનારા તબીબી પુરાવા સામે આવ્યા છે. બાળ રોગ નિષ્ણાતો અને સાયકોલોજિસ્ટ્સ માટે હાલમાં સૌથી ચિંતાનો વિષય બાળકોમાં વધતું સ્માર્ટફોનનું વલણ છે. વધુ પડતો મોબાઈલ જોતા બાળકોમાં હવે વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં બાળક પોતાની ધૂનમાં જ રહે છે અને નજર મેળવવાનું ટાળે છે. નવા સંશોધન મુજબ, રોજ 2 કલાકથી વધુ સ્ક્રીન સામે વિતાવતા બાળકોના મગજના વ્હાઇટ મેટરનો વિકાસ ધીમો પડી જાય છે, જે ભાષા અને એકાગ્રતા માટે જવાબદાર છે. 2 થી 5 વર્ષના બાળકોમાં સ્પીચ ડિલે (બોલવામાં મોડું થવું) અને શારીરિક રમતો બંધ થતાં નાની ઉંમરે સ્થૂળતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દરેક ઘરની અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે, પરંતુ આ જ મોબાઈલ ફોન હવે નાના બાળકોના ભવિષ્ય માટે એક મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે. માતા-પિતા ઘણીવાર બાળકને શાંત રાખવા કે જમાડવા માટે તેના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે, પરંતુ આ નાની ભૂલ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર અત્યંત ઘાતક અસરો છોડી રહી છે. તબીબો અને મનોવૈજ્ઞાનિકોના મતે, વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોના બાળપણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે.બીજી તરફ મહિલાઓની વાત કરીએ તો તેમના શારીરિક બંધારણ અને દિનચર્યાના કારણે મોબાઈલ રેડિયેશનની તેમના પર મોટી નકારાત્મક અસરો થઈ રહી છે. મેડિકલ રિસર્ચ અનુસાર, રાત્રે મોડા સુધી મોબાઈલ વાપરવાથી મહિલાઓમાં માસિક ધર્મની અનિયમિતતા અને પોલીસીસ્ટીક ઓવેરીયન સિન્ડ્રોમ જેવી ગંભીર હોર્મોનલ સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, સગર્ભા મહિલાઓ જ્યારે પેટની નજીક સતત મોબાઈલ રાખે છે, ત્યારે તેનાઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની સીધી અસર ગર્ભમાં રહેલા શિશુના મગજના વિકાસ પર થાય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના અતિરેકથી મહિલાઓમાં એન્ઝાયટી અને ડિપ્રેશનનું પ્રમાણ પુરુષો કરતાં વધુ નોંધાયું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

