Ahmedabad News: ચોમાસામાં ખાડામુક્ત રસ્તાઓ માટે AMC સજ્જ, હોટમિક્સ મટીરિયલ અને આધુનિક ટેકનોલોજી સાથે માસ્ટર પ્લાન તૈયાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં આગામી ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વરસાદી મોસમમાં રસ્તાઓ પર પડતા ખાડાઓનું તાત્કાલિક સમારકામ થઈ શકે તે માટે પીપળજ ખાતેનો હોટમિક્સ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવ્યો છે. કોર્પોરેશને આ વર્ષે અંદાજે 42,000 મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલ સપ્લાય કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે, જેથી નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે.
અત્યાધુનિક ટેકનોલોજી અને મટીરિયલનો સંગ્રહ
AMCનો આ હોટમિક્સ પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને SCADA સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે. પ્લાન્ટમાં 180 TPHની ક્ષમતા સાથે એગ્રીગેટ અને બિટુમિનને 170 થી 175 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મિક્સ કરવામાં આવે છે. હાલમાં કોર્પોરેશન પાસે 12,000 મેટ્રિક ટનથી વધુ વિવિધ સાઈઝના પથ્થર (એગ્રીગેટ) અને 100 મેટ્રિક ટન બિટુમિનનો સ્ટોક ઉપલબ્ધ છે. ગત વર્ષે પણ AMCએ 44,000 મેટ્રિક ટનથી વધુ મટીરિયલ વાપરીને રસ્તાઓનું સમારકામ કર્યું હતું.
ઝોન વાઈઝ આયોજન અને નવી પદ્ધતિઓ
શહેરના સાતેય ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરિયલ મળી રહે તે માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે માત્ર પરંપરાગત પદ્ધતિ જ નહીં, પરંતુ ઇન્ફ્રારેડ અને જેટપેચર જેવી આધુનિક ટેકનોલોજીથી પેચવર્ક કરવાની તૈયારી રાખવામાં આવી છે. દરેક વોર્ડ અને ઝોન માટે ખાસ ટીમો અને મશીનરી તૈનાત કરવામાં આવી છે, જે ભારે વરસાદ દરમિયાન પણ રસ્તાઓનું ઝડપી રિપેરિંગ કરી શકશે. આ આગોતરી તૈયારી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

