Gandhinagar: સી રોડ'નું બદલાશે રૂપ, શહેરને મળશે સ્માર્ટ ઓળખ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરની ઓળખ સમાન ચ રોડની આગામી દિવસોમાં કાયાપલટ થશે. 49.59 કરોડના ખર્ચે આ રોડને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેને લીલીઝંડી આપી દીધી છે. જેના પરિણામે આ રોડ રાજ્યના પાટનગરની નવી ઓળખ બનશે. લોકોની સુવિધામાં વધારો થશે. આ નિર્ણયનો ધારાસભ્ય રીટાબેન પટેલ અને ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ આવકાર્યો છે.
ગાંધીનગર રાજ્યની રાજધાની હોવાથી અહિ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરના કાર્યક્રમો યોજાતા રહે છે. આ ઉપરાંત આ રોડ પર વિધાનસભા, સચિવાલય જેવા મહત્વના સ્થળો પણ આવેલા છે. દિનપ્રતિદિન ગાંધીનગરનો વિકાસ થતો રહે છે. ભવિષ્યમાં પણ વિવિધ કાર્યક્રમો અને વૈશ્વિક સ્તરની પ્રવૃત્તિઓનું મોટાપાયે આયોજનો થશે. જેના કારણે ગાંધીનગરને વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવુ જરૂરી છે. આ માટે તાજેતરમાં ધારાસભ્ય રીટાબેન પટેલે ચ રોડને વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવા માંગણી કરી હતી. જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપીને ચ રોડને 49.59 કરોડના ખર્ચે મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાની મંજુરી આપી છે.
આ અંગે ધારાસભ્ય રીટાબેને પટેલે જણાવ્યુ હતુ કે, આ સ્માર્ટ રોડ ગાંધીનગરને દેશની ઓયનજબદ્ધ, આધુનિક રાજધાનીઓમાં વધુ મજબુત સ્થાન અપાવશે. શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ પણ આ નિર્ણયને આવકારી જણાવ્યુ હતુકે, આ નિર્ણયથી માત્ર ટ્રાફિકનું સંચાલન જ સુદ્રઢ નહી થાય, પરંતુ આધુનિક શહેરી સુવિધાઓ, હરિયાળી અને વૈશ્વિક સ્તરના સૌંદર્યીકરણને કારણે નાગરિકોની સુગમતામાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક ઇવેન્ટના આયોજનો પણ થનાર છે. ગાંધીનગરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક માપદંડોની હરોળમાં લેવાનો આ એક પ્રયાસ છે. ચ રોડના સમગ્ર સાત કિલોમીટરના પટ્ટાને નવુ રૂપરંગ અપાશે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટેની સિસ્મટ ગોઠવાશે. અન્ય મોડલ સ્માર્ટ રોડની માફક અહિ પણ સાયકલ ટ્રેક, ફુટપાથ, હાઇ સિક્યુરીટી સીસીટી કેમેરાનું સમગ્ર માળખુ ઉપરાંત ગાંધીનગરની ગ્રીન છબીને ધ્યાને લઇને વૃક્ષારોપણ, લેન્ડ સ્કેપીંગ જેવી હરિયાળીને પણ સ્થાન આપવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

