Ahmedabad News : કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટ ઓવર બ્રિજની કામગીરી શરૂ

કેમ્પ હનુમાન મંદિર જતા દર્શનાર્થી અને રાહદારીઓને મળશે મોટી રાહત કેમ્પ હનુમાન અને રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે બનશે વોકવે બ્રિજ શાહીબાગ દફનાળાથી એરપોર્ટ સર્કલના માર્ગ પર બે ફૂટ ઓવર બ્રિજ બનશે શહેરમાં બે VVIP રોડ એવા શાહીબાગ કેમ્પ હનુમાન પાસે તેમજ રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે બે ફૂટ ‌ઓવરબ્રિજ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,રાહદારીઓને રસ્તો ક્રોસ કરતી વખતે પડતી હાલાકી થશે દૂર અને અંદાજિત 4 કરોડ 70 લાખના ખર્ચે બનશે બે ફૂટ ઓવર બ્રિજ.બંને બ્રિજ રોડથી 5.5 મીટર ઊંચા હશે ડફનાળાની એરપોર્ટ જતાં વીઆઇપી રોડ પર કેન્ટોનમેન્ટ બોર્ડની જગ્યામાં કેમ્પના હનુમાન મંદિર ગેટ પાસે ફૂટ ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ કરાઈ છે. આ ફૂટ ઓવરબ્રિજનો સ્પાન 24.95 મીટરનો હશે. તેમજ પહોળાઈ 3 મીટર રાખવામાં આવી છે. બ્રિજ રોડથી 5.5 મીટર ઊંચો રહેશે. બંને છેડા પર સીડીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે બંને છેડે 20 પેસેન્જરની ક્ષમતાવાળી લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.શહેરને મળશે વધુ બે ફૂટ બ્રિજ સ્વામિનારાયણ મંદિર ગેટ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે 24 મીટરનો ક્લિયર સ્પાન બનાવાશે. સાથે બ્રિજની પહોળાઇ 3.50 મીટર રહેશે. સાથે રોડથી 5.5 મીટરથી ઊંચો હશે. ફૂટ ઓવર બ્રિજના બંને છેડે સીડી રાખવામાં આવી છે. તે ઉપરાંત 20 લોકોની ક્ષમતાવાળી લિફ્ટ પણ હશે.બોપલ પાસેના વિવાદાસ્પદ મુમતપુરા બ્રિજના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટન્સીનું કામ મલ્ટિમીડિયાને સોંપાયું હતું. આ જ કંપનીને બંને ફૂટ ઓવર બ્રિજ બનાવવાની ડિઝાઈનનું કામ સોંપવામાં આવ્યું છે.કેમ્પ હનુમાન ખાતે દર્શને આવે છે ભકતોઅમદાવાદના કેમ્પ હનુમાન ખાતે દર મંગળવાર અને શનિવારે ભકતોનું ઘોડાપુર ઉમટે છે,અમદાવાદના શાહીબાગ ખાતે આ મંદિર આવેલુ છે,અને આ રોડ ઉપર એરપોર્ટ અને પોલીસ કમિશનર કચેરી પણ આવે છે માટે આ રોડ વીઆઈપી રોડ તરીકે ઓળખવામાં આવે છે,મહત્વનું છે કે રાહદારીઓને રોડ ક્રોસ કરતી વખતે તકલીફ ના પડે અને વધુ ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેને લઈ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad News : કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટ ઓવર બ્રિજની કામગીરી શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેમ્પ હનુમાન મંદિર જતા દર્શનાર્થી અને રાહદારીઓને મળશે મોટી રાહત
  • કેમ્પ હનુમાન અને રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે બનશે વોકવે બ્રિજ
  • શાહીબાગ દફનાળાથી એરપોર્ટ સર્કલના માર્ગ પર બે ફૂટ ઓવર બ્રિજ બનશે

શહેરમાં બે VVIP રોડ એવા શાહીબાગ કેમ્પ હનુમાન પાસે તેમજ રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે બે ફૂટ ‌ઓવરબ્રિજ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,રાહદારીઓને રસ્તો ક્રોસ કરતી વખતે પડતી હાલાકી થશે દૂર અને અંદાજિત 4 કરોડ 70 લાખના ખર્ચે બનશે બે ફૂટ ઓવર બ્રિજ.

બંને બ્રિજ રોડથી 5.5 મીટર ઊંચા હશે

ડફનાળાની એરપોર્ટ જતાં વીઆઇપી રોડ પર કેન્ટોનમેન્ટ બોર્ડની જગ્યામાં કેમ્પના હનુમાન મંદિર ગેટ પાસે ફૂટ ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ કરાઈ છે. આ ફૂટ ઓવરબ્રિજનો સ્પાન 24.95 મીટરનો હશે. તેમજ પહોળાઈ 3 મીટર રાખવામાં આવી છે. બ્રિજ રોડથી 5.5 મીટર ઊંચો રહેશે. બંને છેડા પર સીડીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે બંને છેડે 20 પેસેન્જરની ક્ષમતાવાળી લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

શહેરને મળશે વધુ બે ફૂટ બ્રિજ

સ્વામિનારાયણ મંદિર ગેટ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે 24 મીટરનો ક્લિયર સ્પાન બનાવાશે. સાથે બ્રિજની પહોળાઇ 3.50 મીટર રહેશે. સાથે રોડથી 5.5 મીટરથી ઊંચો હશે. ફૂટ ઓવર બ્રિજના બંને છેડે સીડી રાખવામાં આવી છે. તે ઉપરાંત 20 લોકોની ક્ષમતાવાળી લિફ્ટ પણ હશે.બોપલ પાસેના વિવાદાસ્પદ મુમતપુરા બ્રિજના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટન્સીનું કામ મલ્ટિમીડિયાને સોંપાયું હતું. આ જ કંપનીને બંને ફૂટ ઓવર બ્રિજ બનાવવાની ડિઝાઈનનું કામ સોંપવામાં આવ્યું છે.

કેમ્પ હનુમાન ખાતે દર્શને આવે છે ભકતો

અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે દર મંગળવાર અને શનિવારે ભકતોનું ઘોડાપુર ઉમટે છે,અમદાવાદના શાહીબાગ ખાતે આ મંદિર આવેલુ છે,અને આ રોડ ઉપર એરપોર્ટ અને પોલીસ કમિશનર કચેરી પણ આવે છે માટે આ રોડ વીઆઈપી રોડ તરીકે ઓળખવામાં આવે છે,મહત્વનું છે કે રાહદારીઓને રોડ ક્રોસ કરતી વખતે તકલીફ ના પડે અને વધુ ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેને લઈ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.