Ahmedabad News : ઈસનપુરમાં દબાણ હટાવવાની કામગીરીમાં અંદરો-અંદર વિખવાદ, ડેપ્યુટી કમિશનરે સંકલન ના કર્યુ ! એસ્ટેટ કમિટીના ચેરમેનની જાણ બહાર થઈ કામગીરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તો બીજી તરફ લોકો પણ કહી રહ્યા છે કે, પહેલા બીજા મકાન આપવા વાયદો કર્યો હતો અને અમને હવે AMCએ રોડ પર લાવી દીધા છે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઇસનપુર તળાવનું બ્યુટી ફિક્શન કરવા માટે તળાવમાં 60 વર્ષથી વસવાટ કરતા 1000 પરિવારને હટાવવામાં આવ્યા તેમના આવાસો તોડવાની કામગીરી કરવામાં આવી હતી.
આશરે 1000 જેટલા રહેણાક બાંધકામ હટાવવા કરાઈ કામગીરી
પરંતુ આ સમગ્ર મામલે એસ્ટેટ કમિટી ચેરમેન. પ્રિતેશ મહેતાની જાણ બહાર જ આ કામગીરી વિભાગનાં ડેપ્યુટી કમિશનર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, સમગ્ર મામલે આ અંગે જ્યારે DYMCને પૂછવામાં આવ્યું ત્યારે તેમને લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, આ અંગે મે જાણ કરી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે એસ્ટેટ કમિટી ચેરમેન પ્રિતેશ મહેતા દ્વારા ખુલાસો કરતા કહ્યું હતું કે, તળાવમાં રહેલા રહેણાક એકમ હટાવવા બાબતે નોટિસની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ અંગે તંત્રમાંથી મને કોઈ મળવા નથી આવ્યું કે જાણ નથી કરવામાં આવી તો જે લોકોને હટાવવામાં આવ્યા તેમને મકાન ફાળવવા બાબત પણ મને કોઈ જાણકારી આપવામાં આવી નથી
એસ્ટેટ કમિટી ચેરમેન ની જાણ બહાર થઈ કામગીરી !
તો બીજી તરફ લોકો વલોપાત કરી રહ્યા છે અને મનપા પર આક્ષેપ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે અમને કહેવામાં આવ્યું હતું કે, અમને વાયદો કર્યો હતો કે પહેલા બીજા મકાન આપવામાં આવશે પરંતુ હજી સુધી ખાલી ડોક્યુમેન્ટ લીધા છે મકાન તો 2 વર્ષ પછી મળશે તો અમે ત્યાં સુધી ક્યાં જઈશું, સ્થાનિકો તો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, અમને 21 દિવસનો સમય માત્ર આપવામાં આવ્યો હતો જેમાં અમે કેવી રીતે મકાન શોધીએ ? બાળકોની સ્કૂલના એડમિશન અન્ય જગ્યા પર લેવા પડે સમાન બદલવા માટે પણ સમય આપવામાં આવ્યો નથી, કોર્પોરેશને ગરીબોને રોડ પર લાવી દીધા છે. ડેપ્યુટી કમિશનરેના કર્યુ એસ્ટેટના ચેરમેન સાથે સંકલન !
તો તંત્ર દ્વારા તળાવની સુંદરતા વધારવા માટે મકાન તો તોડી પાડયા પરંતુ આ તળાવમાં મનપા દ્વારા જ ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી છે, તો લોકોને પણ ઘર વગરના કરી દીધા છે ત્યારે અગાઉ પણ ચંડોળા તળાવ વખતે દબાણ હટાવવામાં આવ્યું ત્યારે ત્યાના સ્થાનિકો અન્ય જગ્યાએ ઝૂપડા બાંધી દીધા હતા ત્યારે અહીંના લોકો પણ અન્ય જગ્યા પર દબાણ કરશે તો કેવી રીતે તંત્ર નો હેતુ સિદ્ધ થશે તે સવાલ છે.
આ પણ વાંચો : Surendranagarમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

