અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી દરમિયાન અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સહજાનંદ કોલેજમાં ભાજપના કાર્યકર્તાએ ફોર્મ ભરવા આવેલા વ્યક્તિ સાથે ખુરશી પર બેસવાની સામાન્ય બાબતમાં તરકાર કરીને માર મારીને કાર ચઢાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.
ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તાએ કરેલા વર્તનને મામલે સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને ચૂંટણી લક્ષી કામગીરીમાં ભાજપના કાર્યકરના ક્યા આધારે બીએલઓ પાસે બેસાડવામાં આવ્યો તે પણ મોટો પ્રશ્ન છે. જો કે, હાલ સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

