Ahmedabad News : અમદાવાદના પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈ થઈ બબાલ, પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો

Oct 23, 2025 - 14:30
Ahmedabad News : અમદાવાદના પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈ થઈ બબાલ, પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં મોડી રાત્રે ફટાકડા ફોડવાને લઈ દુકાનના માલિક સાથે બબાલ થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા 11 લોકોએ લોંખડની પાઈપ અને દંડાથી દુકાનદાર પર હુમલો કર્યો હતો અને પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, પોલીસે 11 આરોપીની અટકાયત પણ કરી છે અને તપાસ શરૂ કરી છે.

પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે બે ભાઈઓ પર હુમલો

22 ઓકટોબરના રોજ સવારના સાડા પાંચેક વાગ્યાના સુમારે ફટાકડા ફોડવા બાબતે ફરિયાદીની ઉપરની દુકાનના માલીક અર્જુનસિંહ તથા નરેન્દ્રસિંહ રાજપુરોહીત તથા તેમના માણસોએ ફરિયાદી સાથે ગાળા ગાળી બોલાચાલી ઝગડો કરી ફરિયાદી તથા તેમના માસીના દિકરા રોનક પ્રજાપતીને લોખંડની પાઇપ તથા લાકડાના દંડા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોચાડી તથા ફરિયાદીના દુકાનના માણસો સાથે પણ છુટા હાથથી મારા-મારી કરી હતી જેના કારણે પોલીસે બી.એન.એસ કલમ- ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧)(૩), ૨૯૬(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે.

પાલડી પોલીસે ઝડપેલ આરોપીઓ

01-અર્જુનસિંહ સ/ઓ રૂપસિંહ હેમસિંહ જાતે:-રાજપુરોહીત ઉ.વ.૨૫ ધંધો:-વેપાર રહે:- મ.નં.૧૦૪ વૃદાવન વાટીકા સોસાયટી, સ્વામીનારાયણ રોડ, આર.ટી.ઓ રોડ વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળ વતન:- ગામ-ફાલના તા.બાલી જીલ્લો-પાલી રાજસ્થાન

02-નરેન્દ્રસિંહ સ/ઓ રૂપસિંહ હેમસિંહ જાતે:-રાજપુરોહીત ઉ.વ.૩૦ ધંધો:-વેપાર રહે:- મ.નં.૧૦૪ વૃદાવન વાટીકા સોસાયટી, સ્વામીનારાયણ રોડ, આર.ટી.ઓ રોડ વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળ વતન:- ગામ-ફાલના તા.બાલી જીલ્લો-પાલી

03-શ્રીપાલસિંહ સ/ઓ રમેશસિંહ જસરાજસિંહ જાતે:-રાજપુરોહિત ઉવ.૨૫ ધંધો-નોકરી રહે. મ.નં.૪૦૫ ચોથો માળ નિકુલ સોસાયટી પાલડી ગામ, અમદાવાદ શહેર મુળ વતન- ગામ-શેશલી તા.બાલી જીલ્લા-પાલી

04-રણછોડ સ/ઓ નેબારામ હરજીરામ જાતે:-દેવાસી ઉવ.૨૧ ધંધો-નોકરી રહે. મ.નં.૪૦૫ ચોથો માળ નિકુલ સોસાયટી પાલડી ગામ, અમદાવાદ શહેર મુળવતન ગામ- વેરા વિલપુર તા.સિંવગંજ જી.સિરોહિ રાજસ્થાન

05-નવીન સ/ઓ લકમારામ ક્રષ્નારામ જાતે:-દેવાશી ઉવ.૧૯ ધંધો-નોકરી રહે. મ.નં.૪૦૫ ચોથો માળ નિકુલ સોસાયટી પાલડી ગામ, અમદાવાદ શહેર મુળવતન ગામ-વેરા વિલપુર તા.સિંવગંજ જી.સિરોહિ રાજસ્થાન

06-વિકાસ સ/ઓ ગુલાબસિંગ લક્ષ્મણસિંહ જાતે:-રાજપુરોહિત ઉવ.૨૪ ધંધો-નોકરી

રહે.મ.નં.૪૦૫ ચોથો માળ નિકુલ સોસાયટી પાલડી ગામ, અમદાવાદ શહેર મુળવતન ગામ

બસંત તા-સુમેરપુર જી-પાલી રાજસ્થાન

07-મહેશ સ/ઓ મહેન્દરજી ચંપાલાલજી જાતે:-ભાટી ઉવ.૨૭ ધંધો-નોકરી રહે. મ.નં.૪૦૫

ચોથો માળ નિકુલ સોસાયટી પાલડી ગામ, અમદાવાદ શહેર મુળવતન ગામ-ખુડાલા તા.જી.પાલી રાજસ્થાન

08-લક્ષ્મણ સ/ઓ નેમારામ રાજારામ જાતે:-ચૌધરી ઉવ.૨૮ ધંધો-નોકરી રહે . મ.નં.૪૦૫ ચોથો માળ નિકુલ સોસાયટી પાલડી ગામ, અમદાવાદ શહેર મુળવતન ગામ- ખુડાલા તા.જી.પાલી રાજસ્થાન

09-જીતેન્દ્ર સ/ઓ મોહનલાલજી હીરાલાલજી જાતે:-ખટીક ઉવ.૨૬ ધંધો-નોકરી રહે. મ.નં.૪૦૫ ચોથો માળ નિકુલ સોસાયટી પાલડી ગામ, અમદાવાદ શહેર મુળવતન ગામ-તા.ગાંધી ચોક પાસે, સુમેરપુર જી-પાલી રાજસ્થાન

10-ગોપાલસિંહ સ/ઓ રૂપસિંહ હેમસિંહ જાતે:- રાજપુરોહીત ઉવ.૨૬ ધંધો-નોકરી રહે:-મ.નં.૧૦૪ વૃદાવન વાટીકા સોસાયટી, સ્વામીનારાયણ રોડ, આર.ટી.ઓ રોડ વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળ વતન:- ગામ-ખુડાના ફાલના તા.બાલી જીલ્લો.પાલી રાજસ્થાન

11-મુકેશસિંહ સ/ઓ રમેશસિંહ જુહારસિંહ જાતે:-રાજપુરોહિત ઉવ.૨૫ ધંધો-નોકરી રહે. મ.નં.૧૦૪ વૃદાવન વાટીકા સોસાયટી, સ્વામીનારાયણ રોડ, આર.ટી.ઓ રોડ વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળવતન ગામ-મુંદારા તા-બાલી જી-પાલી રાજસ્થાન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0