ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
4BHK homes For Gujarat MLA: ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. ધારાસભ્યો માટેના આ આવાસ 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 216 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ફ્લેટમાં ત્રણ બેડરૂમ સહિત કુલ પાંચ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ધારાસભ્યો માટે ક્વાર્ટર બનાવવાનું આયોજન પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને તેના માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી.
આ MLA ક્વાર્ટરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






