Ahmedabad News : અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા વિસ્તારના62.59 લાખ મતદારો પાસેથી 5524 BLO એન્યુમરેશન ફોર્મમાં વિગતો મેળવશે

Nov 5, 2025 - 13:00
Ahmedabad News : અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા વિસ્તારના62.59 લાખ મતદારો પાસેથી 5524 BLO એન્યુમરેશન ફોર્મમાં વિગતો મેળવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BLO દ્વારા ફોર્મ ભરાવવાની કાર્યવાહી વખતે મહિલા, અશક્ત નાગરિકો, દિવ્યાંગ અને વડીલોને સુવિધા મળી રહે તે માટે સ્વયંસેવક જૂથોની પણ મદદ લેવાનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યો માટે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશનું સમય પત્રક જાહેર કરાયું છે.

આ ફોર્મ આપ્યા બાદ ચારેક દિવસ બાદ ભરેલા ફોર્મ મતદારો પાસેથી પરત મેળવશે

જેને લઈને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજિત કુમાર દ્વારા જિલ્લામાં અસરકારક કામગીરી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે તમામ BLOને તાલીમ પણ આપવામાં આવી હતી. વધુમાં, રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી, તેમને સમગ્ર પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજથી અમદાવાદ જિલ્લાના BLO દ્વારા તેમને નિયત કરાયેલ વિધાનસભા વિસ્તાર પ્રમાણે મતદારોને એન્યુમરેશન ફોર્મ વિતરણ કરશે અને આ ફોર્મ આપ્યા બાદ ચારેક દિવસ બાદ ભરેલા ફોર્મ મતદારો પાસેથી પરત મેળવશે.

285 BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાશે

અમદાવાદ શહેર-જિલ્લાની વિધાનસભા વાઈઝ મતદારો અને BLOની વાત કરીએ, તો વિરમગામ વિધાનસભામાં ૩,૧૦,૧૨૯ મતદારો માટે ૩૩૬ BLO, સાણંદ વિધાનસભામાં ૩,૦૨,૮૯૬ મતદારો માટે ૩૦૦ BLO, ઘાટલોડિયા વિધાનસભામાં ૪,૬૨,૨૬૨ મતદારો માટે ૩૮૫ BLO, વેજલપુર વિધાનસભામાં ૪,૨૪,૦૫૧ મતદારો માટે ૩૪૧ BLO, વટવા વિધાનસભામાં ૪,૪૨,૪૨૫ મતદારો માટે ૩૬૪ BLO, એલિસબ્રીજ વિધાનસભામાં ૨,૬૬,૨૮૨ મતદારો માટે ૨૨૩ BLO, નારણપુરા વિધાનસભામાં ૨,૫૭,૦૨૦ મતદારો માટે ૨૨૮ BLO, નિકોલ વિધાનસભામાં ૨,૬૭,૮૯૨ મતદારો માટે ૨૨૮ BLO, નરોડા વિધાનસભામાં ૩,૦૬,૮૨૪ મતદારો માટે ૨૫૨ BLO, ઠક્કરબાપાનગર વિધાનસભામાં ૨,૪૩,૫૦૧ મતદારો માટે ૨૧૦ BLO, બાપુનગર વિધાનસભામાં ૨,૧૬,૬૦૮ મતદારો માટે ૧૮૫ BLO, અમરાઈવાડી વિધાનસભામાં ૨,૯૩,૬૪૮ મતદારો માટે ૨૪૭ BLO. 2,84,296 મતદારો માટે ૨૮૫ BLO

દરિયાપુર વિધાનસભામાં ૨,૦૯,૫૪૧ મતદારો માટે ૧૮૪ BLO, જમાલપુર ખાડિયા વિધાનસભામાં ૨,૧૫,૮૫૩ મતદારો માટે ૨૦૨ BLO, મણીનગર વિધાનસભામાં ૨,૭૮,૪૫૦ મતદારો માટે ૨૩૯ BLO, દાણીલીમડા વિધાનસભામાં ૨,૮૨,૯૧૭ મતદારો માટે ૨૩૨ BLO, સાબરમતી વિધાનસભામાં ૨,૮૭,૯૬૨ મતદારો માટે ૨૩૮ BLO, અસારવા વિધાનસભામાં ૨,૧૪,૮૫૧ મતદારો માટે ૧૯૮ BLO, દસ્ક્રોઈ વિધાનસભામાં ૪,૩૨,૧૦૪ મતદારો માટે ૩૯૩ BLO, ધોળકા વિધાનસભામાં ૨,૬૦,૧૦૮ મતદારો માટે ૨૫૪ BLO, ધંધુકા વિધાનસભામાં ૨,૮૪,૨૯૬ મતદારો માટે ૨૮૫ BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0