Ahmedabad News : 6 મહિનામાં 60 નોટિસ ફટકારી પણ પ્રદૂષણ કેમ યથાવત? પ્રદૂષણ માફિયાઓને મળી રહી છે છટકબારી?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કાર્યવાહી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. છેલ્લા 6 મહિનામાં 60 કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં પ્રદૂષણની સમસ્યા યથાવત રહેતા તંત્રની કામગીરી પર શંકા સેવાઈ રહી છે. ક્લોઝર નોટિસ બાદ પણ કેટલીક કંપનીઓ બેફામ રીતે પ્રદૂષણ ફેલાવતી હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, જ્યારે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પણ પ્રદૂષણના પુરાવા સામે આવ્યા હતા.
મહિનામાં 1 જ સેમ્પલ લેવાતા અને ગ્રામજનોના આક્ષેપથી ગરમાયો મામલો
પ્રદૂષણ ફેલાવતા એકમો સામે સ્થાનિક ગ્રામજનોએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે કે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. બીજી તરફ, મહિનામાં માત્ર 1 જ વખત પાણીના સેમ્પલ લેવાતા હોવાનો સવાલ ઉઠ્યો છે કે 1 જ સેમ્પલના આધારે આખા મહિનાના પ્રદૂષણનો રિપોર્ટ કેવી રીતે નક્કી થઈ શકે. GPCBની તપાસમાં ઢીલાશ છે કે પછી કંપનીઓને છટકબારી આપતી વ્યવસ્થા ગોઠવાઈ છે, અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કેમ થતી નથી તેવા સવાલો ઉભા થયા છે.
રિયાલિટી ચેક બાદ GPCBના અધિકારીએ આપી તપાસની બાંહેધરી
60 ક્લોઝર નોટિસ છતાં પ્રદૂષણ બંધ નહીં થતા પ્રદૂષણ નિયંત્રણની પ્રક્રિયા સામે વ્યાપક ચર્ચા શરૂ થઈ છે. આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકને લઈને GPCBના અધિકારીએ તપાસ કરવાની બાંહેધરી આપી છે. હવે તપાસ બાદ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કેવા અને કેટલા કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
આ પણ વાંચો : Bharuchના અંકલેશ્વરમાં વાલિયા ચોકડી નજીક ભારે ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો! પિક અવર્સમાં રોજિંદી પરેશાની
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

