Ahmedabad News: 50 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઓઢવ પોલીસે ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયુ છે. આ અંગે પોલીસે બે આરોપીને ઝડપીને રૂ. 50.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે ફરાર આરોપી સામે ગુનો નોધીને તેની શોધખોળ શરૂ કરી છે.
ઓઢવના શ્રી ક્રિષ્ણા એસ્ટેટમાં સેવક ટ્રાન્સપોર્ટ એન્ડ સર્વિસ કંપનીના માલિકને ગત 7 જુલાઈએ સાંતેજમાં રહેતા વેપારીએ કલોલમાંથી કેમિકલ લઈ આવવાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ ટ્રાન્સપોર્ટ માલિક ગુરમીત સિંગે ટ્રક મોકલીને કંપનીમાંથી કેમિકલ મગાવતા બીજા દિવસે કેમિકલ ભરેલી ટેન્કર ઓઢવ ખાતે આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીમાં પહોંચ્યું હતું. કેમિકલ ભરેલું ટેન્કર જોઇને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક અને કર્મચારીની દાનત બગડતા તેમણે ટેન્કરમાંથી બારોબાર કેમિકલની ચોરીનો પ્લાન ઘડયો હતો. ડ્રાઈવરને ટેન્કર ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં પાર્ક કરી 'ઘરે જતો રહેજે, તને તારો ભાગ મળી જશે' કહીને બંને આરોપીએ પ્રવાહી કોસ્ટિક સોડાથી ભરેલા ટેન્કરમાં પ્લાસ્ટિકની પાઈપ નાંખીને બીજા ખાલી ટેન્કરમાં કેમિકલ ભરવાનું શરુ કર્યું હતું. બીજી તરફ અન્ય એક પાણીથી ભરેલી ટેન્કરમાંથી મોટર વડે પાણી કેમિકલની ટેન્કરમાં નાખી દીધું હતું. પ્રવાહી કોસ્ટીક સોડાથી ભરેલી ટેન્કર અડધી ખાલી થઇ ગઈ હતી ઓઢવ પોલીસની ટીમને જાણ થતા તેમણે તપાસ કરી બે ટેન્કર સહીત કુલ રૂ.50.15 લાખના મુદ્દામાલ સાથે કેમિકલની ચોરી કરતા ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક ગુરમીતસિંગ મહાર, ઇન્દ્રજીતસિંગ જાટની ધરપકડ કરીને ફરાર ડ્રાઈવર બળદેવની શોધખોળ શરૂ કરી છે.
What's Your Reaction?






