Ahmedabad News : શહેરીજનો પર ફરી મોંઘવારીનો માર ઝીંકાશે, અમદાવાદ-ગાંધીનગરના વીજગ્રાહકોનું વીજબિલ વધવાની શકયતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ અને ગાંધીનગરના વીજગ્રાહકોનું વીજબિલ આ વર્ષે વધી જવાની શક્યતા છે. ટોરન્ટ પાવર લિમિટેડ કંપનીએ તેના અમદાવાદ અને પાટનગર ગાંધીનગરના તમામ કેટેગરીના ગ્રાહકો પાસેથી યુનિટ દીઠ ૧૭ પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસૂલવાની ગુજરાત વીજ નિયમન પંચ-'જર્ક' સમક્ષ પરમિશન માગી છે.
વીજગ્રાહકો ઉપર રૂ.148 કરોડનો જંગી બોજો આવશે
ટોરન્ટ કંપનીએ તેની આ માગણી જક સમક્ષ કરેલી ટેરિફ પિટિશન અંતર્ગત કરી છે. જેનો નિર્ણય જર્ક દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં લેવાશે. જો ટોરન્ટની આ પ્રપોઝલ માન્ય રખાશે તો અમદાવાદ અને ગાંધીનગરના રહેણાક, કમર્શિયલ અને ઔદ્યોગિક એમ ત્રણે કેટેગરીના કુલ ૨૧.૭૨,૫૫૭ વીજગ્રાહકો ઉપર રૂ.૧૪૮ કરોડનો જંગી બોજો આવશે. આ બોજો ૨૦૨૬-૨૭ના નાણાકિય વર્ષમાં ઝીંકવાની શક્યતા છે. ટોરન્ટ કંપનીએ જણાવ્યું છે કે, ૨૦૨૪-૨૫માં તેના દ્વારા કુલ ૮૯૨૧.૧૦ મિલિયન યુનિટ્સનું વેચાણ થયું હતું અને આ વેચાણ ૨૦૨૬-૨૭માં અંદાજે ૮૬૮૪.૪૪ મિલિયન યુનિટ્સ રહેશે. આ વેચાણમાં તમામ કેટેગરીના ગ્રાહકોને થયેલો વીજસપ્લાય સમાવિષ્ટ છે.
વીજગ્રાહકો ઉપર રેગ્યુલેટરી ચાર્જ નાખી ઘટ સરભર કરવાની નોબત આવી
ટોરન્ટ કંપનીએ અમદાવાદ અને ગાંધીનગર શહેરોને આવરતી તેની ટેરિફ પિટિશનમાં યુનિટ દીઠ ૧૭ પૈસા રેગ્યુલેટરી ચાર્જ તરીકે વસૂલવાની પરમિશન માગતા એવું જણાવ્યું છે કે ૨૦૨૪-૨૫ના નાણાકિય વર્ષમાં અંદાજિત આવક સામે રૂ.૧૦૪૩.૭૮ કરોડની જંગી વાસ્તવિક ઘટ સર્જાતા તેને વીજગ્રાહકો ઉપર રેગ્યુલેટરી ચાર્જ નાખી ઘટ સરભર કરવાની નોબત આવી છે. સૂત્રો કહે છે કે, સુરત-ટોરન્ટ કંપનીના હિસાબમાં આવી ઘટ ઉભી થઈ નથી. જેને કારણે ત્યાંના વીજગ્રાહકો ઉપર આ રીતે રેગ્યુલેટરી ચાર્જ વસૂલવાની કોઈ દરખાસ્ત નથી.
આ પણ વાંચો : Gandhinagar News : રાજયમાં ટોલટેક્સના વધુ ઉઘરાણાની ફરિયાદ, ખોટી રીતે ટોલ ઉઘરાવવો અને વધુ નાણાં વસૂલવાની ફરિયાદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

