Ahmedabad News: શહેરમાં 16 મોટા ખાડામાંથી માત્ર 9 જ પૂરાયા, જાણો સ્ટેન્ડિંગ ચેરમેને શું કહ્યું?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સત્તાધિશોએ ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની વાતો શરૂ કરી દેવાઈ હતી. ચોમાસા પહેલા જ શહેરમાં રોડ બેસી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી હજુ પણ ગોકળગતિએ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.શહેરના મોટા ખાડાઓને લઈ કરાયેલા દાવા વચ્ચે હજુ પણ અનેક સ્થળોએ જોખમ યથાવત છે.
16 મોટા ખાડાઓમાંથી માત્ર 9 ખાડા પુરાયા
અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા 16 મોટા ખાડામાંથી હજુ સાત ખાડા ભરવાના બાકી છે. આ બાકી રહેલા ખાડાઓ પાસે હાલમાં બેરિકેટિંગ કરીને કામગીરી કરવાની સૂચના આપામાં આવી છે. ચોમાસા પહેલા રસ્તાઓ સુરક્ષિત બનાવવાના દાવા વચ્ચે કોર્પોરેશનની કામગીરીની ગતિ પર સવાલ ઉભા થયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા પ્રમાણે શહેરના ખાડાઓ પુરવા માટે સૂચના અપાઈ હતી જેમાંથી એક અઠવાડિયા બાદ શહેરમાં કુલ 16 મોટા ખાડાઓમાંથી માત્ર 9 ખાડા પુરાયા છે. જ્યારે 7 ખાડા હજુ યથાવત છે. હાલ બાકી રહેલા ખાડા આસપાસ બેરિકેટિંગ કરીને કામ ચાલુ રાખવા સૂચનાઓ અપાઈ છે.
કામગીરી પૂર્ણ થશે કે નહીં તે મોટો પ્રશ્ન
શહેરમાં વરસાદ શરૂ થાય તે પહેલા આ કામગીરી પૂર્ણ થશે કે નહીં તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં રસ્તા ધસી જવાની અને પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે. ત્યારે આ વખતે પૂર્વ તૈયારીના દાવા વચ્ચે હજુ ખાડાઓ યથાવત રહેતા લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે.ચોમાસું શરૂ થાય તે પહેલા કોર્પોરેશન માટે હવે સમય સામેની દોડ જેવી સ્થિતિ છે. કારણ કે બાકી રહેલા ખાડા માત્ર રસ્તાની સમસ્યા નહીં પરંતુ અકસ્માતનું કારણ પણ બની શકે છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: કોઈપણ ફરિયાદ ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેનો નિકાલ કરો : DGP જી.એસ. મલિક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

