Ahmedabad News: રાજ્યની 39 RTOમાં સારથી સર્વર ઠપ્પ, હજારો અરજદારોને ગરમીમાં ધક્કા ખાવા પડ્યા

Jun 17, 2026 - 16:00
Ahmedabad News: રાજ્યની 39 RTOમાં સારથી સર્વર ઠપ્પ, હજારો અરજદારોને ગરમીમાં ધક્કા ખાવા પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વાહનવ્યવહાર વિભાગની ઓનલાઇન સેવાઓનું સંચાલન કરતું સારથી સર્વર અચાનક ઠપ્પ થઈ જતાં રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત રાજ્યની તમામ 39 RTO કચેરીઓમાં ટેકનિકલ ખામીના કારણે સિસ્ટમ સંપૂર્ણપણે ડાઉન થઈ ગઈ છે. જેના લીધે ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી તમામ કામગીરી અટકી પડી છે.

ખામી તાત્કાલિક દૂર કરવા લોકોની માંગ

સર્વર ખોરવાઈ જવાને કારણે નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના કમ્પ્યુટર ટેસ્ટ, પાકા લાઇસન્સ માટેના ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ તેમજ લાઇસન્સ રિન્યુઅલ અને એન્ડોર્સમેન્ટ જેવી તમામ મહત્વની પ્રક્રિયાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અગાઉથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને આવેલા હજારો અરજદારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ કામ ન થતાં ભારે અટવાયા હતા. કાળઝાળ ગરમીની સિઝનમાં દૂર-દૂરથી આવેલા લોકોને ધક્કા ખાવા પડ્યા છે. જેને પગલે અરજદારોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ આ ટેકનિકલ ખામીને તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગ કરી છે.

નોન-ફેસલેસ કામ માટે એક સપ્તાહ પછી આવવા અપીલ

બીજી તરફ, પરિસ્થિતિને થાળે પાડવા માટે RTO સત્તાધીશો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક મહત્વની અપીલ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર, જે અરજદારોને નોન ફેસલેસ એટલે કે કચેરીએ રૂબરૂ આવીને કરાવવાની થતી કામગીરી બાકી હોય, તેઓને હાલ પૂરતું એક સપ્તાહ પછી આવવા માટે વિનંતી કરવામાં આવી છે. સર્વર ક્યારે પૂર્વવત થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી, જેના કારણે અરજદારોની હાલાકીમાં આગામી દિવસોમાં પણ વધારો થઈ શકે છે.


આ પણ વાંચોઃ Sandesh Explainer: બ્રાઝિલની જેમ ઈથેનોલ ભારતનું ભવિષ્યનું ઈંધણ બનશે, જાણો વાહનની એવરેજ અને ખર્ચનું ગણિત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0