Ahmedabad News: બે દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! AMCએ આપ્યું ઓરેન્જ એલર્ટ

May 14, 2026 - 18:00
Ahmedabad News: બે દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! AMCએ આપ્યું ઓરેન્જ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ગરમીનું મોજું(heatwave) ફરી વળ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તાપમાનમાં વધારો થવાની શક્યતાને પગલે ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને આધારે અમદાવાદમાં આગામી બે દિવસ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

તાપમાન 45 ડિગ્રીને વટાવી શકે છે

મળતી માહિતી અનુસાર, આગામી 15 અને 16 મે દરમિયાન અમદાવાદનું તાપમાન 42 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની પ્રબળ સંભાવના છે. આ ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ બે દિવસ બાદ એટલે કે 17 થી 21 મે સુધી ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે, જેના માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

39 વિસ્તારો 'હોટ સ્પોટ' તરીકે જાહેર

AMC દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં સર્વે કરીને કુલ 39 વિસ્તારોને 'હોટ સ્પોટ' તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ મનપા દ્વારા આ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા અને ગરમીથી બચવા માટેના ખાસ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. AMCની ખાસ માર્ગદર્શિકા

  • પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું
  • બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા તડકામાં જવાનું ટાળવું
  • હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા
  • બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું


આ પણ વાંચો - AMCની પાર્કિંગ માટે નવી પહેલ અમલમાં, જુઓ VIDEO


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0