Gir Somnath News: દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા, માછીમારોએ ત્રણને બચાવી લીધા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે દરિયાકિનારે એક મોટી દુર્ઘટના સામે આવી છે.દરિયામાં નહાવા પડેલા પાંચ કિશોરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.દરિયાના ઉછળતા મોજા અને ઊંડા પાણીમાં બે મિત્રો ડૂબવા લાગતા તેમને બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પણ દોડ્યા હતા.પરંતુ જોતજોતામાં પાંચેય કિશોરો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા.આ બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો દરિયા કિનારે દોડી આવ્યા હતા.
ગીર સોમનાથના દરિયામાં 2 કિશોરો ડૂબ્યા
ઘટના સમયે નજીકમાં જ હાજર રહેલા સાહસિક સ્થાનિક માછીમારોએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક દરિયામાં છલાંગ લગાવી હતી.માછીમારોની ભારે જહેમત અને તાત્કાલિક બચાવ કામગીરીને કારણે ત્રણ કિશોરોને પાણીમાંથી સહીસલામત બહાર કાઢીને બચાવી લેવામાં સફળતા મળી હતી. જોકે દરિયાના ભારે કરંટને કારણે અન્ય બે કિશોરો ઊંડા પાણીમાં તણાઈને લાપતા થઈ ગયા હતા.
લાપતા કિશોરોની શોધખોળ શરુ કરી
દરિયામાં લાપતા થયેલા બે કિશોરોની ઓળખ નિર્મલ હમીરભાઈ ચુડાસમા અને ભાવસિંહભાઈ ભરતભાઈ ચુડાસમા તરીકે થઈ છે.સ્થાનિક માછીમારો અને સુરક્ષા તંત્ર દ્વારા લાપતા બંને કિશોરોની શોધખોળ માટે દરિયામાં મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કરૂણ બનાવને પગલે છારા ગામ સહિત સમગ્ર કોડીનાર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને કિશોરોના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક, NH 51ની બંને બાજુ ડ્રેનેજની માગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

