Ahmedabad News : નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધની હિલચાલથી હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ

Feb 15, 2026 - 22:30
Ahmedabad News : નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધની હિલચાલથી હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નળસરોવર પક્ષી અભયારણ્યના રક્ષણ માટે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી કડક ટકોર બાદ કાંઠાના 12થી વધુ ગામોમાં વસતા આદિવાસી પઢાર સમાજમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. હાઈકોર્ટે નળસરોવરને પિકનિક સ્પોટ ગણવાને બદલે ત્યાં માછીમારી અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા સૂચન કરતા પેઢીઓથી સરોવર પર નિર્ભર પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ મુકાયું છે. આ ગંભીર સ્થિતિ અંગે ચર્ચા કરવા આજે બાવળાના ધરજી ગામે ઝૂંપાળી માતાના મંદિરે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નળસરોવર પિકનિક સ્પોટ નથી

જેમાં ધરજી, મેણી, કાયલા, વેકરીયા, દેવડથળ, શિયાળ, રાણાગઢ, કઠેચી અને શાહપુર જેવા 12થી વધુ ગામોના લોકો ઉમટી પડ્યા હતા. આ તમામ ગામોના હજારો પરિવારો નળસરોવરમાં માછીમારી કરવા ઉપરાંત થેગ, કાંદા અને જીતોલા જેવી વનસ્પતિઓ લાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઈ પઢાર દ્વારા આ મામલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

 માછીમારી તેમજ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવો જરૂરી

તેમણે જણાવ્યું હતું કે, નળસરોવર કાંઠાના આદિવાસી લોકો સંપૂર્ણપણે સરોવર પર નિર્ભર છે. જો માછીમારી અને અન્ય રોજગારી છીનવાઈ જશે, તો આ હજારો લોકો ભૂખે મરવાની નોબત આવશે. પઢાર સમાજે માગ કરી છે કે પર્યાવરણના રક્ષણ સાથે તેમની રોજીરોટી જળવાઈ રહે તેવો યોગ્ય નિર્ણય લેવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0