Ahmedabad News : અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ઘુમશે ગરબે, વાયબ્રન્ટ નવરાત્રિની તડામાર તૈયારીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં GMDC ખાતે ભવ્ય 'વાયબ્રન્ટ નવરાત્રી'નું આયોજન કરવામાં આવ્યું. GMDC ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ખેલૈયાઓને મન મૂકી ગરબે ઝૂમી શકે માટે GMDC ગ્રાઉન્ડ ખાતે વોટરપૃફ ડોમ લગાવવાની શરૂઆત થઈ છે. આ ઉપરાંત બ્લોગ્સ, હોડીગ્સ લગાવવા સહિતની અન્ય તૈયરીઓ પણ હાથ ધરાઈ છે. ખેલૈયાઓને પાસની ઝંઝટમાંથી મુક્તિ અને મન ભરી રમી શકે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. GMDC ગ્રાઉન્ડ ખાતે હેરિટેજ થીમ પર વાયબ્રન્ટ નવરાત્રી 2025ની ઉજવણી કરવામાં આવશે.
GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ વોટરપ્રૂફ ડોમ
યુવાનોનો મનપસંદ નવરાત્રિ તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. શહેરમાં સોસાયટીઓ અને પાર્ટી પ્લોટમાં નવરાત્રિને લઈને ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે ફક્ત ગુજરાત જ નહીં ભારતમાં અનેક સ્થાનો પર હજુ વરસાદી વાતાવરણ છે. રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આવી વરસાદી સ્થિતિમાં આસો મહિનામાં આવતો નવરાત્રિ તહેવાર પણ નજીક છે. અને એટલે જ અમદાવાદમાં ખેલૈયાઓ માટે GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાઈ રહ્યો છે.
GMDC ગ્રાઉન્ડમાં દર વર્ષે ગરબાનું આયોજન
મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા GMDC ગ્રાઉન્ડમાં દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા નવરાત્રિ તહેવારની ખાસ તૈયારીઓ શરૂ કરાઈ છે. વિશાળ ડોમ નીચે અમદાવાદના gmdc ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ બિન્દાસ્ત ગરબે ઘૂમશે. જણાવી દઈએ કે આ વર્ષે હેરિટેજ થીમ પર વાયબ્રન્ટ નવરાત્રિ ઉજવાશે અને નામાંકિત સિંગર 9 દિવસ આ સ્થાન પર ગરબાના સૂર લેવાશે. ખેલૈયાઓ પણ ગરબે ઝૂમવા ગરબા શીખવા ખાસ કલાસમાં જઈ રહ્યા છે તો કેટલાક આ માટેના પોશાકની ખરીદીની તૈયારીમાં લાગ્યા છે.
What's Your Reaction?






