Ahmedabad: BJPમાં વોર્ડ પ્રમુખ માટે વયમર્યાદા 40 રખાતાં કાર્યકરોમાં ઉચવાટ

ભાજપમાં સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડમાં વોર્ડ પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવશે. ભાજપે વોર્ડ પ્રમુખ માટે નિયમો બનાવાયા છે, જેમાં મહત્તમ વય 40 રાખવામાં આવી છે, ખાસ કિસ્સામાં જ 45 વર્ષ સુધીનો નિર્ણય ચૂંટણી અધિકારી કરશે.અલબત્ત, આ બાબતને લઈ ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે, તેમની લાગણી છે કે, કામ કરનારાને તક મળવી જોઈએ, વર્ષોથી પક્ષ માટે ચપ્પલ ઘસનારાને હવે દરવાજો દેખાડવામાં આવે તે યોગ્ય નથી. વોર્ડ પ્રમુખો માટે યોગ્યતા નક્કી કરાઈ છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટાયેલા કાર્યકર વોર્ડ પ્રમુખ માટે દાવેદારી નહિ કરી શકે, આ ઉપરાંત મહિલાનો પણ તેમાં સમાવેશ થશે, પરિવારમાં એક કાર્યકરને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે, જે વોર્ડ પ્રમુખ સતત બે ટર્મ વોર્ડ પ્રમુખ તરીકે રહ્યા હોય તેમને ફરી વાર રિપિટ કરવામાં નહિ આવે. અત્યારે અથવા પહેલાં એમ બે વખત સક્રિય સભ્ય હોવા પણ જરૂરી છે. વોર્ડ પ્રમુખ બનવા માટે કાર્યકરે વોર્ડની ટીમમાં અથવા મહાનગરની ટીમ, સેલ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલું હોવું પણ ફરજિયાત છે. એકંદરે ભાજપમાં વોર્ડ પ્રમુખ થવા માટે 40 વર્ષ નક્કી કરાતાં, 40થી વધુની વયના કાર્યકરોનું વોર્ડ પ્રમુખ બનવાનું સપનું રોળાયું છે.

Ahmedabad: BJPમાં વોર્ડ પ્રમુખ માટે વયમર્યાદા 40 રખાતાં કાર્યકરોમાં ઉચવાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાજપમાં સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડમાં વોર્ડ પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવશે. ભાજપે વોર્ડ પ્રમુખ માટે નિયમો બનાવાયા છે, જેમાં મહત્તમ વય 40 રાખવામાં આવી છે, ખાસ કિસ્સામાં જ 45 વર્ષ સુધીનો નિર્ણય ચૂંટણી અધિકારી કરશે.

અલબત્ત, આ બાબતને લઈ ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે, તેમની લાગણી છે કે, કામ કરનારાને તક મળવી જોઈએ, વર્ષોથી પક્ષ માટે ચપ્પલ ઘસનારાને હવે દરવાજો દેખાડવામાં આવે તે યોગ્ય નથી. વોર્ડ પ્રમુખો માટે યોગ્યતા નક્કી કરાઈ છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટાયેલા કાર્યકર વોર્ડ પ્રમુખ માટે દાવેદારી નહિ કરી શકે, આ ઉપરાંત મહિલાનો પણ તેમાં સમાવેશ થશે, પરિવારમાં એક કાર્યકરને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે, જે વોર્ડ પ્રમુખ સતત બે ટર્મ વોર્ડ પ્રમુખ તરીકે રહ્યા હોય તેમને ફરી વાર રિપિટ કરવામાં નહિ આવે.

અત્યારે અથવા પહેલાં એમ બે વખત સક્રિય સભ્ય હોવા પણ જરૂરી છે. વોર્ડ પ્રમુખ બનવા માટે કાર્યકરે વોર્ડની ટીમમાં અથવા મહાનગરની ટીમ, સેલ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલું હોવું પણ ફરજિયાત છે. એકંદરે ભાજપમાં વોર્ડ પ્રમુખ થવા માટે 40 વર્ષ નક્કી કરાતાં, 40થી વધુની વયના કાર્યકરોનું વોર્ડ પ્રમુખ બનવાનું સપનું રોળાયું છે.