Ahmedabad: AMC પ્લોટ દબાણો હટાવાયા-તપાસ કરીને પખવાડિયે રિપોર્ટ સુપરત કરવા તાકીદ
AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરાયા પછી કોઈ પ્રકારે ધ્યાન કે દેખરેખ રાખવામાં ન આવતી હોવાને કારણે લેભાગુ અને અસામાજિક તત્વો ફરીથી દબાણો કરીને અડ્ડો જમાવી દેતા હોવાની ફરિયાદો ધ્યાનમાં લઈને ગેરકાયદે દબાણો હટાવાયા પછી તપાસ કરીને દર 15 દિવસે તે અંગેનો રીપોર્ટ સુપરત કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ તાકીદ કરી છે.આ પ્રકારે દબાણો હટાવાયા પછી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવ્યા પછી એસ્ટેટ વિભાગના અધિકારીઓ નિશ્ચિત બની જતા હોય છે અને ફરીથી દબાણો થશે નહીં એવું માનીને વોર્ડ ઈન્સ્પેક્ટરથી માંડીને એસ્ટેટ અધિકારીઓ પણ તે સ્થળે ફરકતા ન હોવાથી 'રણી- ધણી' વગરના માનીને AMC પ્લોટ પર અસામાજિક તત્વો કબજો જમાવી દેતાં હોવાને કારણે ફરીથી દબાણો દૂર કરવાની નોબત આવે છે અને કોર્ટ કેસો પણ કરવા પડે છે. આ પ્રકારે એસ્ટેટ વિભાગની બેદરકારીને કારણે AMCને ખર્ચના ખાડામાં ઉતરવું પડે છે., તાજેતરમાં કાલુપુરમાં AMC પ્લોટ પરથી દબાણઓ દૂરકરીને કબજો મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાલુપુરમાં આવેલા આ પ્લોટ પરથી 2023માં દબાણો હટાવવામાં આવ્યા હતા અને તેના પર કોઈ દેખરેખ રાખવામાં નહીં આવતાં ફરીથી દબાણો થઈ ગયા હતા. તાજેતરમાં AMC દ્વારા કાલુપુરમાં TP-5 (વોલસિટી- થર્ડ વેરીડ ફાઈનલ) સેક્શન -4માં AMCના રીઝર્વેશન પ્લોટ નં.- 101, 013, 107 પરથી 1,800 ચો. ફુટનું ગેરકાયદે દબાણો ફરીથી હટાવવાની નોબત આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં એક વખત મ્યુનિ. પ્લોટ પરનું દબાણ હટાવ્યા બાદ ત્યાં યોગ્ય તકેદારી નહી રાખવાને કારણે ફરીથી ત્યાં દબાણો ઉભા થઇ જતાં હોય છે. આવી સ્થિતિ નિવારવા માટે AMCની માલીકીના તમામ પ્લોટ પર દર 15 દિવસે તપાસ કરી તેનો અહેવાલ રજુ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી ખાલી થયેલા પ્લોટ પર ગેરકાયદેસર દબાણો ન ઉભા થાય અને જો દબાણો થઇ રહ્યા હોય તો તત્કાલ તે ધ્યાને આવતાં તેને દુર કરી શકાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરાયા પછી કોઈ પ્રકારે ધ્યાન કે દેખરેખ રાખવામાં ન આવતી હોવાને કારણે લેભાગુ અને અસામાજિક તત્વો ફરીથી દબાણો કરીને અડ્ડો જમાવી દેતા હોવાની ફરિયાદો ધ્યાનમાં લઈને ગેરકાયદે દબાણો હટાવાયા પછી તપાસ કરીને દર 15 દિવસે તે અંગેનો રીપોર્ટ સુપરત કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ તાકીદ કરી છે.
આ પ્રકારે દબાણો હટાવાયા પછી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવ્યા પછી એસ્ટેટ વિભાગના અધિકારીઓ નિશ્ચિત બની જતા હોય છે અને ફરીથી દબાણો થશે નહીં એવું માનીને વોર્ડ ઈન્સ્પેક્ટરથી માંડીને એસ્ટેટ અધિકારીઓ પણ તે સ્થળે ફરકતા ન હોવાથી 'રણી- ધણી' વગરના માનીને AMC પ્લોટ પર અસામાજિક તત્વો કબજો જમાવી દેતાં હોવાને કારણે ફરીથી દબાણો દૂર કરવાની નોબત આવે છે અને કોર્ટ કેસો પણ કરવા પડે છે. આ પ્રકારે એસ્ટેટ વિભાગની બેદરકારીને કારણે AMCને ખર્ચના ખાડામાં ઉતરવું પડે છે., તાજેતરમાં કાલુપુરમાં AMC પ્લોટ પરથી દબાણઓ દૂરકરીને કબજો મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાલુપુરમાં આવેલા આ પ્લોટ પરથી 2023માં દબાણો હટાવવામાં આવ્યા હતા અને તેના પર કોઈ દેખરેખ રાખવામાં નહીં આવતાં ફરીથી દબાણો થઈ ગયા હતા. તાજેતરમાં AMC દ્વારા કાલુપુરમાં TP-5 (વોલસિટી- થર્ડ વેરીડ ફાઈનલ) સેક્શન -4માં AMCના રીઝર્વેશન પ્લોટ નં.- 101, 013, 107 પરથી 1,800 ચો. ફુટનું ગેરકાયદે દબાણો ફરીથી હટાવવાની નોબત આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં એક વખત મ્યુનિ. પ્લોટ પરનું દબાણ હટાવ્યા બાદ ત્યાં યોગ્ય તકેદારી નહી રાખવાને કારણે ફરીથી ત્યાં દબાણો ઉભા થઇ જતાં હોય છે.
આવી સ્થિતિ નિવારવા માટે AMCની માલીકીના તમામ પ્લોટ પર દર 15 દિવસે તપાસ કરી તેનો અહેવાલ રજુ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી ખાલી થયેલા પ્લોટ પર ગેરકાયદેસર દબાણો ન ઉભા થાય અને જો દબાણો થઇ રહ્યા હોય તો તત્કાલ તે ધ્યાને આવતાં તેને દુર કરી શકાય.