Ahmedabad: હાટકેશ્વર મોર્ડન રિંગરોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતાં અંધારપટથી અકસ્માતમાં વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં એક સાથે ગણી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વચ્ચે એક કામ શરૂ થાય છે ત્યાં બીજી ઉપાધિ લાવે છે તેવી સ્થિતિ બને છે.
ખોખરા-હાટકેશ્વરની નજીક 132 ફૂટના મોર્ડન રિંગરોડ પર છેલ્લા ઘણાં સમયથી ગટરલાઈનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી બેદરકારી પૂર્વક થવાના કારણે કે અન્ય કોઈ ખામી રહી હોવાના કારણે સ્ટ્રીટ લાઈટ બંધ થઈ ગઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ કારણે ત્યાંથી પસાર થતાં રાહદારીઓની હાડમારીમાં વધારો થયો છે. જેના સાથે જ રાત્રિના સમયમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાના કારણે અકસ્માતની ઘટના પણ બની રહી છે, તેમ છતાં અધિકારીઓ ધ્યાન આપી રહ્યા ન હોવાનો સ્થાનિકો આરોપ લાગાવી રહ્યા છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, ખોખરાથી હાટકેશ્વરને જોડતાં 132 ફૂટના મોર્ડન રિંગરોડ પર મોહનકુંજ સોસાયટીના આગળ મોટી ગટર લાઈનનું સમારકામ કરવા માટે ખાડો કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું પુરાણ બેસી જવાથી મોટો ખાડો પડયો છે અને તેના કારણે જ છેલ્લા ઘણાં દિવસોથી સ્ટ્રીટ લાઈટ બંધ થઈ ગઈ છે. આ કારણે અહીંના ખાડામાં લોકો પડી જાય છે. એટલું જ નહીં નજીકમાં આવેલી શાળા તરફ જતાં બાળકો પણ દિવસ દરમિયાન હેરાન થાય છે. તેમજ રાત્રિના સમય દરમિયાન સ્ટ્રીટ લાઈટ લાંબા સમયથી બંધ રહેતી હોવાના કારણે અને રોડપરના ખાડાના કારણે અકસ્માતની ઘટના અવરનવર બની રહી છે. આ અંગે ફરિયાદ કરીને રજુઆત કરવામાં આવી તેમ છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. તહેવારોની શરૂઆત પહેલાં તાકીદે કામગીરી કરવા માટે સ્થાનિકોની રજૂઆત રહેલી છે.
ટ્રાફિકથી ભરચક રોડ પર લાઈટ ટાવર છાશવારે બંધ અને ઓનલાઈન ફરિયાદ પર કામગીરી નહીં
ખોખરા સર્કલ પર લગાવેલા સ્ટીટ લાઈટના ટાવર અવરનવર રજૂઆત કરવા છતાં પણ બંધ રહે છે. હાલમાં પણ ત્રણ ચાર દિવસથી બંધ હાલતમાં હોવાથી રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. આ બાબતે ઓનલાઇન ફ્રીયાદ કરવા છતાં તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
What's Your Reaction?






