Ahmedabad: સસ્તા અનાજની દૂકાન ધરાવતા મહિલાની રજૂઆત ન સાંભળતા PI સસ્પેન્ડ
મહિલાની અનેક રજૂઆત છતાં ન ગણકારતાં દૂકાન તૂટી હતી પોલીસ ઈન્સ્પેક્ટરની શંકાસ્પદ ગતિવિધિ બદલ એક્શન લેવાઈ-CP રથયાત્રાના દિવસે મહિલાની સસ્તા અનાજની દૂકાન તૂટી હતી અમદાવાદ શહેરમાં એક તરફ રથયાત્રા ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ એક મહિલાની સસ્તા અનાજની દુકાન તોડી નાખવામાં આવેલ. આ મહિલા સતત પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી રહી હતી કે, મારી દુકાન તોડી નાખવામાં આવશે, પણ પોલીસ ઇન્સ્પેક્ટરે કોઈ કાર્યવાહી કરી ન હતી. પોલીસ ઈન્સ્પેક્ટરની સામે તપાસ ચાલી રહી હતી. આ સમગ્ર મામલે શંકાસ્પદ ગતિવિધિ સામે આવતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે અને કોઈપણ હોદ્દાનો દૂર ઉપયોગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપી છે. પીઆઈ સામે તપાસ ચાલતી હતી અમદાવાદમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર ભગીરથસિંહ ગોહિલને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે. ભગીરથસિંહ ગોહિલ સામે તપાસ ચાલી રહી હતી. રાણીપ વિસ્તારમાં આવેલી એક સંસ્થા અનાજની દુકાનમાં એક મહિલા દ્વારા સતત પોલીસને જાણ કરવામાં આવતી હતી કે, મારી દુકાન લોકો તોડી નાખશે, પરંતુ ત્રણ-ત્રણ અરજીઓ થવા છતાં પોલીસે કોઈ એક્શન લીધું નહીં અને રથયાત્રાના દિવસે એક તરફ અમદાવાદ શહેરની આખી પોલીસ રથયાત્રામાં વ્યસ્ત હતી, ત્યારે રાણીપ વિસ્તારમાં એક નિર્દોષ મહિલાની સંસ્થા અનાજની દુકાન તૂટી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ અને કેટલાક બિલ્ડર સામે શંકાની સોય હતી. આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી હતી, ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભગીરથસિંહ ગોહિલને સસ્પેન્ડ કર્યા છે. હોદ્દાનો દુરુપયોગ કરનારની ખેર નથી: મલિક આ અંગે પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે કેટલીક શંકાસ્પદ ગતિવિધિના કારણે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જો કોઈ પોલીસ કર્મચારી પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરશે તો તેની સામે પણ એક્શન લેવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મહિલાની અનેક રજૂઆત છતાં ન ગણકારતાં દૂકાન તૂટી હતી
- પોલીસ ઈન્સ્પેક્ટરની શંકાસ્પદ ગતિવિધિ બદલ એક્શન લેવાઈ-CP
- રથયાત્રાના દિવસે મહિલાની સસ્તા અનાજની દૂકાન તૂટી હતી
અમદાવાદ શહેરમાં એક તરફ રથયાત્રા ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ એક મહિલાની સસ્તા અનાજની દુકાન તોડી નાખવામાં આવેલ. આ મહિલા સતત પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી રહી હતી કે, મારી દુકાન તોડી નાખવામાં આવશે, પણ પોલીસ ઇન્સ્પેક્ટરે કોઈ કાર્યવાહી કરી ન હતી. પોલીસ ઈન્સ્પેક્ટરની સામે તપાસ ચાલી રહી હતી. આ સમગ્ર મામલે શંકાસ્પદ ગતિવિધિ સામે આવતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે અને કોઈપણ હોદ્દાનો દૂર ઉપયોગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપી છે.
પીઆઈ સામે તપાસ ચાલતી હતી
અમદાવાદમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર ભગીરથસિંહ ગોહિલને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે. ભગીરથસિંહ ગોહિલ સામે તપાસ ચાલી રહી હતી. રાણીપ વિસ્તારમાં આવેલી એક સંસ્થા અનાજની દુકાનમાં એક મહિલા દ્વારા સતત પોલીસને જાણ કરવામાં આવતી હતી કે, મારી દુકાન લોકો તોડી નાખશે, પરંતુ ત્રણ-ત્રણ અરજીઓ થવા છતાં પોલીસે કોઈ એક્શન લીધું નહીં અને રથયાત્રાના દિવસે એક તરફ અમદાવાદ શહેરની આખી પોલીસ રથયાત્રામાં વ્યસ્ત હતી, ત્યારે રાણીપ વિસ્તારમાં એક નિર્દોષ મહિલાની સંસ્થા અનાજની દુકાન તૂટી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ અને કેટલાક બિલ્ડર સામે શંકાની સોય હતી. આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી હતી, ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભગીરથસિંહ ગોહિલને સસ્પેન્ડ કર્યા છે.
હોદ્દાનો દુરુપયોગ કરનારની ખેર નથી: મલિક
આ અંગે પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે કેટલીક શંકાસ્પદ ગતિવિધિના કારણે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જો કોઈ પોલીસ કર્મચારી પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરશે તો તેની સામે પણ એક્શન લેવામાં આવશે.