Ahmedabad શહેરમા રોડ પર ગંદકીની રંગાઈ રંગોળી, વાંચો Special Story

દિવાળીનો પર્વ નજીક છે ત્યારે સૌ કોઈ શહેરીજનો પોતાના ઘર આંગળે રંગોળી કરીને ઘરને શુસોભિત કરતા હોય છે.જો કે કેટલાક શહેરીજનો એવા પણ છે જે શહેરમાં બારેમાસ રંગોળી કરીને શહેરને ગંદુ કરતા હોય છે.આવા શહેરીજનો પાસેથી AMCએ હજારો રૂપિયાનો દંડ વસૂલ્યો પણ સુધરવાનું નામ જ નથી લેતા.કોણ છે આ મહાશયો.અને શા માટે શહેરને ગંદુ કરી રહ્યા છે.જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદ શહેરના આ દ્રશ્યો આ દ્રશ્યો ગુજરાતની એકમાત્ર હેરિટેજ સીટી અમદાવાદના છે.જ્યાં ડામરના કાળા રોડ પર રંગોળી જોવા મળી રહી છે.આ રંગોળી કોઈ આર્ટિસ્ટ નહી પણ શહેરના એ કલાકારો દ્વારા કરવામાં આવી છે.જેમને પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકવાની આદત પડી છે.આવા કલાકારોના કારણે શહેરના સુંદર રસ્તાઓ, જંકશનો, ડિવાઈડર તેમજ ગ્રીલ નો ઓરીજીનલ કલર બદલાઈ ગયો છે.જેને દિવાળી ટાળે સ્વચ્છ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો કરોડો રૂપિયા નો ખર્ચ કરવો પડતો હોય છે.આવા કલાકારોના આવા કારનામાથી શહેર તો ગંદુ થાય જ છે. જેટ ટીમને સોંપાઈ કામગીરી પણ મહાનગરપાલિકાનો સાફ સફાઈનો ખર્ચ પણ વધતો હોય છે.આવા શહેરીજનોને સુધારવા મહાનગર પાલિકાએ દંડ લેવાનું પણ શરુ કર્યુ પણ સુધરે એ બીજા.આજે પણ આવા લોકો બેફામ રોડ પર જાહેરમાં થૂંકીને શહેરને ગંદુ કરી રહ્યા છે..જેનાથી મહાનગરપાલિકા તો ઠીક પણ શહેરની ચિંતા કરનારા સામાન્ય નાગરિકો ચિંતિંત છે.જાહેરમાં થૂંકીને ગંદકી કરનારા લોકો સુધરે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક નિતનવા નુસખાઓ અપનાવ્યા.હદ તો ત્યારે થઈ જ્યારે આવી લોકો સામે સ્પેશ્યિલ કાર્યવાહી કરવા માટે JET ટીમને કામગીરી સોંપાઈ.. ઈ-મેમોની પણ કરાઈ કાર્યવાહી જો કે થોડા સમયબાદ પાનમસાલા ખાનારા લોકો પણ ચેતી ગયા અને આજુબાજુમાં જોઈને થૂંકવાનું શરુ કર્યુ. AMCએ થોડુ એડવાન્સ થઈને શહેરના જંકશન પર લાગેલા CCTV કેમેરામાં પણ આવા લોકોને ઝડપી ઈમેમો આપવાનું શરુ કર્યુ..છેલ્લા 9 મહિનામાં એએમસીએ આવા જાહેરમાં થૂંકનારા 18 હજાર નાગરિકોને ઝડપીને આશરે 19 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે.દિવાળીનો પર્વે તમામ હિન્દુ પરિવારના ઘરમાંથી કચરો બહાર કાઢી સાફસફાઈ કરવામાં આવતી હોય છે.ત્યારે આવનારા નવા વર્ષમાં જાહેરમાં થૂંકનારા લોકો પણ પાનમસાલાનું વ્યસન છોડી શહેરને સ્વચ્છ રાખવા માટેની પ્રતિજ્ઞા લે તે જરૂરી છે..  

Ahmedabad શહેરમા રોડ પર ગંદકીની રંગાઈ રંગોળી, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીનો પર્વ નજીક છે ત્યારે સૌ કોઈ શહેરીજનો પોતાના ઘર આંગળે રંગોળી કરીને ઘરને શુસોભિત કરતા હોય છે.જો કે કેટલાક શહેરીજનો એવા પણ છે જે શહેરમાં બારેમાસ રંગોળી કરીને શહેરને ગંદુ કરતા હોય છે.આવા શહેરીજનો પાસેથી AMCએ હજારો રૂપિયાનો દંડ વસૂલ્યો પણ સુધરવાનું નામ જ નથી લેતા.કોણ છે આ મહાશયો.અને શા માટે શહેરને ગંદુ કરી રહ્યા છે.જોઈએ આ રિપોર્ટમાં.

અમદાવાદ શહેરના આ દ્રશ્યો

આ દ્રશ્યો ગુજરાતની એકમાત્ર હેરિટેજ સીટી અમદાવાદના છે.જ્યાં ડામરના કાળા રોડ પર રંગોળી જોવા મળી રહી છે.આ રંગોળી કોઈ આર્ટિસ્ટ નહી પણ શહેરના એ કલાકારો દ્વારા કરવામાં આવી છે.જેમને પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકવાની આદત પડી છે.આવા કલાકારોના કારણે શહેરના સુંદર રસ્તાઓ, જંકશનો, ડિવાઈડર તેમજ ગ્રીલ નો ઓરીજીનલ કલર બદલાઈ ગયો છે.જેને દિવાળી ટાળે સ્વચ્છ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો કરોડો રૂપિયા નો ખર્ચ કરવો પડતો હોય છે.આવા કલાકારોના આવા કારનામાથી શહેર તો ગંદુ થાય જ છે.


જેટ ટીમને સોંપાઈ કામગીરી

પણ મહાનગરપાલિકાનો સાફ સફાઈનો ખર્ચ પણ વધતો હોય છે.આવા શહેરીજનોને સુધારવા મહાનગર પાલિકાએ દંડ લેવાનું પણ શરુ કર્યુ પણ સુધરે એ બીજા.આજે પણ આવા લોકો બેફામ રોડ પર જાહેરમાં થૂંકીને શહેરને ગંદુ કરી રહ્યા છે..જેનાથી મહાનગરપાલિકા તો ઠીક પણ શહેરની ચિંતા કરનારા સામાન્ય નાગરિકો ચિંતિંત છે.જાહેરમાં થૂંકીને ગંદકી કરનારા લોકો સુધરે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક નિતનવા નુસખાઓ અપનાવ્યા.હદ તો ત્યારે થઈ જ્યારે આવી લોકો સામે સ્પેશ્યિલ કાર્યવાહી કરવા માટે JET ટીમને કામગીરી સોંપાઈ..

ઈ-મેમોની પણ કરાઈ કાર્યવાહી

જો કે થોડા સમયબાદ પાનમસાલા ખાનારા લોકો પણ ચેતી ગયા અને આજુબાજુમાં જોઈને થૂંકવાનું શરુ કર્યુ. AMCએ થોડુ એડવાન્સ થઈને શહેરના જંકશન પર લાગેલા CCTV કેમેરામાં પણ આવા લોકોને ઝડપી ઈમેમો આપવાનું શરુ કર્યુ..છેલ્લા 9 મહિનામાં એએમસીએ આવા જાહેરમાં થૂંકનારા 18 હજાર નાગરિકોને ઝડપીને આશરે 19 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે.દિવાળીનો પર્વે તમામ હિન્દુ પરિવારના ઘરમાંથી કચરો બહાર કાઢી સાફસફાઈ કરવામાં આવતી હોય છે.ત્યારે આવનારા નવા વર્ષમાં જાહેરમાં થૂંકનારા લોકો પણ પાનમસાલાનું વ્યસન છોડી શહેરને સ્વચ્છ રાખવા માટેની પ્રતિજ્ઞા લે તે જરૂરી છે..