Ahmedabad: ફાયર બ્રિગેડમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડ, રિચેકિંગ કરવાની માગણી
AMCના એન્જિનિયરિંગ વિભાગમાં 93 સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતી પ્રક્રિયામાં ત્રણ ઉમેદવારોના માર્કમાં ઉમેરો કરીને ભરતી કૌભાંડના મામલો ચર્ચાની ચકડોળે ચડયો છે. આ ભરતી પ્રક્રિયા કૌભાંડના પર્દાફાશને પગલે ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જ થોડા સમય પહેલાં AMCના ફાયર બ્રિગેડમાં ઉચ્ચ અધિકારીઓની થયેલી ભરતીમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાની આશંકા દર્શાવીને એક ઉમેદવાર દ્વારા ફાયરની ભરતીમાં ઉમેદવારોના લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માર્કના રીચેકિંગ કરવાની માગણી સાથે AMC કમિશનર એમ. થેન્નારસન સમક્ષ લેખિત રજુઆત કરાઈ છે.આ ઉમેદવારે તા. 310 ઓક્ટોબર, 2024ના રોજ RTI અરજી કરીને ફાયર બ્રિગેડમાં કરાયેલી ભરતી અંગેની વિગતો માંગવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોસર AMC દ્વારા આ બાબતે માહિતી શેર કરવાનો ઈન્કાર કરવાને પગલે ફાયર બ્રિગેડમાં થયેલી ભરતીમાં પારદર્શિતા જાળવવામાં આવી હોવા મામલે શંકા દર્શાવવામાં આવી છે અને આ ભરતી પ્રક્રિયામાં ફારીથી માર્કસ તપાસવાની માંગ કરી છે.AMC કમિશનર સમક્ષ કરોયેલ લેખિત રજુઆતમાં ઉમેદવારે જણાવ્યું છે કે, એડિશનલ ચીફ્ ફાયર ઓફ્સિર અને ડેપ્યુટી ફાયર ઓફ્સિરની ભરતીમાં ઉમેદવારી ફેર્મ ભર્યું હતું અને પરીક્ષામાં પાસ થઈ ગયા હતા અને ઇન્ટરવ્યૂમાં પણ સામેલ હતા. આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં તપાસ કરવામાં આવે અને લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માર્ક્સ અંગે રીચેકિંગ કરવામાં આવે. RTI હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં બીજાના માર્ક્સ ન કહી શકાય તેવું કહેવામાં આવ્યું છે ત્યારે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા મુદ્દે પ્રશ્નાર્થ સર્જાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AMCના એન્જિનિયરિંગ વિભાગમાં 93 સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતી પ્રક્રિયામાં ત્રણ ઉમેદવારોના માર્કમાં ઉમેરો કરીને ભરતી કૌભાંડના મામલો ચર્ચાની ચકડોળે ચડયો છે. આ ભરતી પ્રક્રિયા કૌભાંડના પર્દાફાશને પગલે ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જ થોડા સમય પહેલાં AMCના ફાયર બ્રિગેડમાં ઉચ્ચ અધિકારીઓની થયેલી ભરતીમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાની આશંકા દર્શાવીને એક ઉમેદવાર દ્વારા ફાયરની ભરતીમાં ઉમેદવારોના લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માર્કના રીચેકિંગ કરવાની માગણી સાથે AMC કમિશનર એમ. થેન્નારસન સમક્ષ લેખિત રજુઆત કરાઈ છે.
આ ઉમેદવારે તા. 310 ઓક્ટોબર, 2024ના રોજ RTI અરજી કરીને ફાયર બ્રિગેડમાં કરાયેલી ભરતી અંગેની વિગતો માંગવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોસર AMC દ્વારા આ બાબતે માહિતી શેર કરવાનો ઈન્કાર કરવાને પગલે ફાયર બ્રિગેડમાં થયેલી ભરતીમાં પારદર્શિતા જાળવવામાં આવી હોવા મામલે શંકા દર્શાવવામાં આવી છે અને આ ભરતી પ્રક્રિયામાં ફારીથી માર્કસ તપાસવાની માંગ કરી છે.AMC કમિશનર સમક્ષ કરોયેલ લેખિત રજુઆતમાં ઉમેદવારે જણાવ્યું છે કે, એડિશનલ ચીફ્ ફાયર ઓફ્સિર અને ડેપ્યુટી ફાયર ઓફ્સિરની ભરતીમાં ઉમેદવારી ફેર્મ ભર્યું હતું અને પરીક્ષામાં પાસ થઈ ગયા હતા અને ઇન્ટરવ્યૂમાં પણ સામેલ હતા. આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં તપાસ કરવામાં આવે અને લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માર્ક્સ અંગે રીચેકિંગ કરવામાં આવે. RTI હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં બીજાના માર્ક્સ ન કહી શકાય તેવું કહેવામાં આવ્યું છે ત્યારે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા મુદ્દે પ્રશ્નાર્થ સર્જાયા છે.