Ahmedabad: શહેરમાં નજીવા વરસાદમાં ખાડારાજ, પ્રિમોન્સુન કામગીરીની પોલખૂલી

શહેરમાં હજી એવો વરસાદ નથી પડ્યો કે શહેરના રોડ ખરાબ થાય AMCએ પ્રિમોન્સુન કામગીરી કર્યા બાદ રોડ અધૂરા છોડી દીધા છે રોડ પર ખાડા મામલે અધિકારીઓની મિલી ભગત કહો કે પછી બેદરકારી અમદાવાદ શહેરમાં હજી એવો વરસાદ નથી પડ્યો કે શહેરના રોડ ખરાબ થઇ જાય તેમ છતાં શહેરના ઘણા રોડ એવા છે કે જે ધોવાયા તો ઘણા રોડ એવા છે તેમાં ખાડા પડી ગયા તો ઘણી જગ્યા પર AMCએ પ્રિમોન્સુન કામગીરી કર્યા બાદ રોડ અધૂરા છોડી દીધા છે. તેમજ BRTS ટ્રેકની પણ ખસ્તા હાલત થઇ ગઈ છે. તંત્ર દાવા કરે છે જેમાં કામગીરી કરી રહ્યું છે કેવી કામગીરી કરી તેનું રિયાલિટી ચેક સંદેશ ન્યુઝ દ્વારા કરવામાં આવ્યું છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા સુધી આશરે 20થી વધારે નાના મોટા ખાડા કોઈના નિવેદન વગર કે કોઈના આક્ષેપ વગર જે સ્થિતિ છે એજ દર્શાવવા પ્રયાસ કર્યો છે કે શહેરીજનો કરોડો રૂપિયા ટેક્ષ પેટે ચૂકવે છે અધિકારીઓ લખો રૂપિયા પગાર લે છે તેમ છતાં કેટલી અવદશા છે. સંદેશ ન્યૂઝની ટિમ દ્વારા હજી તો માત્ર જીવરાજપાર્ક ચાર રસ્તાથી આરટીઓ સર્કલ સુધીના રિંગ રોડની શું સ્થિતિ છે તે દર્શકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો જેમાં જ શહેરના રોડ કેવા છે અને તંત્ર દ્વારા જે વાયદાઓ કરવામાં આવે છે હાઇકોર્ટને કહે છે કે રોડ બનાવ્યા છે પરંતુ જાણે કે એ કામગીરી માત્ર કાગળ પર થઇ હોય તેવું ફલિત થઇ રહ્યું છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા સુધી આશરે 20થી વધારે નાના મોટા ખાડા રોડ પર જોવા મળ્યા છે. અમદાવાદમાં જોઇએ તેવો વરસાદ નથી પડ્યો તેમ છતાં રોડ પર ખાડા રાજ શરુ થયું છે અને તંત્ર દ્વારા તેને લઈને હજી સુધી કોઈ કામગીરી શરુ કરી નથી.  વાહન ચાલકો પારાવાર હેરાન થઇ રહ્યા છે વાળીનાથ બ્રિજના સર્વિસ રોડ પર સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી કરવામાં આવી બાદમાં ખાડા પુરી ઉપર માત્ર હોટમીક્ષ પાથરી દેવામાં આવ્યું છે. રોડ શરુ થાય છે ત્યાં માત્ર ભયજનક રસ્તાનું બોર્ડ તો મારી દીધું છે પરંતુ ત્યાં રોડ બનાવવાની તસ્દી લીધી નથી જેથી વાહનચાલકો પારાવાર હેરાન થઇ રહ્યા છે. વાળીનાથ બ્રીજથી આગળ ચાલીએ તો શાસ્ત્રીનગર ચાર રસ્તા નજીક બ્રિજની કામગીરી ચાલી રહી છે સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ બ્રિજની કામગીરી કરવામાં આવે તો પહેલા સર્વિસ રોડ યોગ્ય બનાવવામાં આવે જેથી વાહન ચાલકોને પરેશાની ના થાય પરંતુ અહીં રોડ પર તો ફૂટ ફૂટના ખાડા જોવા મળ્યા છે. તંત્ર આ ખાડા પૂરવાની કામગીરી કરે છે કે ના તો નવા રોડ બનાવવાની કામગીરી કરે છે અંતે વાહન ચાલકો પારાવાર હેરાન થઇ રહ્યા છે. અધિકારીઓની મિલી ભગત કહો કે પછી બેદરકારી આમ તંત્ર દ્વારા શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્ષ વર્ષે ઉઘરાવે છે પરંતુ અધિકારીઓની મિલી ભગત કહો કે પછી બેદરકારી તેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અને સારા રોડની પણ અપેક્ષા રાખી શકાય નહિ આ તો શહેરના એક રોડનું રિયાલિટી ચેક કર્યું જે મુખ્ય માર્ગ છે ત્યારે આંતરિક રોડનું શું સ્થિતિ હશે તે સમજી શકાય છે.

Ahmedabad: શહેરમાં નજીવા વરસાદમાં ખાડારાજ, પ્રિમોન્સુન કામગીરીની પોલખૂલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરમાં હજી એવો વરસાદ નથી પડ્યો કે શહેરના રોડ ખરાબ થાય
  • AMCએ પ્રિમોન્સુન કામગીરી કર્યા બાદ રોડ અધૂરા છોડી દીધા છે
  • રોડ પર ખાડા મામલે અધિકારીઓની મિલી ભગત કહો કે પછી બેદરકારી

અમદાવાદ શહેરમાં હજી એવો વરસાદ નથી પડ્યો કે શહેરના રોડ ખરાબ થઇ જાય તેમ છતાં શહેરના ઘણા રોડ એવા છે કે જે ધોવાયા તો ઘણા રોડ એવા છે તેમાં ખાડા પડી ગયા તો ઘણી જગ્યા પર AMCએ પ્રિમોન્સુન કામગીરી કર્યા બાદ રોડ અધૂરા છોડી દીધા છે. તેમજ BRTS ટ્રેકની પણ ખસ્તા હાલત થઇ ગઈ છે. તંત્ર દાવા કરે છે જેમાં કામગીરી કરી રહ્યું છે કેવી કામગીરી કરી તેનું રિયાલિટી ચેક સંદેશ ન્યુઝ દ્વારા કરવામાં આવ્યું છે.

જીવરાજ પાર્ક ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા સુધી આશરે 20થી વધારે નાના મોટા ખાડા

કોઈના નિવેદન વગર કે કોઈના આક્ષેપ વગર જે સ્થિતિ છે એજ દર્શાવવા પ્રયાસ કર્યો છે કે શહેરીજનો કરોડો રૂપિયા ટેક્ષ પેટે ચૂકવે છે અધિકારીઓ લખો રૂપિયા પગાર લે છે તેમ છતાં કેટલી અવદશા છે. સંદેશ ન્યૂઝની ટિમ દ્વારા હજી તો માત્ર જીવરાજપાર્ક ચાર રસ્તાથી આરટીઓ સર્કલ સુધીના રિંગ રોડની શું સ્થિતિ છે તે દર્શકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો જેમાં જ શહેરના રોડ કેવા છે અને તંત્ર દ્વારા જે વાયદાઓ કરવામાં આવે છે હાઇકોર્ટને કહે છે કે રોડ બનાવ્યા છે પરંતુ જાણે કે એ કામગીરી માત્ર કાગળ પર થઇ હોય તેવું ફલિત થઇ રહ્યું છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા સુધી આશરે 20થી વધારે નાના મોટા ખાડા રોડ પર જોવા મળ્યા છે. અમદાવાદમાં જોઇએ તેવો વરસાદ નથી પડ્યો તેમ છતાં રોડ પર ખાડા રાજ શરુ થયું છે અને તંત્ર દ્વારા તેને લઈને હજી સુધી કોઈ કામગીરી શરુ કરી નથી.

 વાહન ચાલકો પારાવાર હેરાન થઇ રહ્યા છે

વાળીનાથ બ્રિજના સર્વિસ રોડ પર સ્ટોર્મ વોટર લાઈનની કામગીરી કરવામાં આવી બાદમાં ખાડા પુરી ઉપર માત્ર હોટમીક્ષ પાથરી દેવામાં આવ્યું છે. રોડ શરુ થાય છે ત્યાં માત્ર ભયજનક રસ્તાનું બોર્ડ તો મારી દીધું છે પરંતુ ત્યાં રોડ બનાવવાની તસ્દી લીધી નથી જેથી વાહનચાલકો પારાવાર હેરાન થઇ રહ્યા છે. વાળીનાથ બ્રીજથી આગળ ચાલીએ તો શાસ્ત્રીનગર ચાર રસ્તા નજીક બ્રિજની કામગીરી ચાલી રહી છે સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ બ્રિજની કામગીરી કરવામાં આવે તો પહેલા સર્વિસ રોડ યોગ્ય બનાવવામાં આવે જેથી વાહન ચાલકોને પરેશાની ના થાય પરંતુ અહીં રોડ પર તો ફૂટ ફૂટના ખાડા જોવા મળ્યા છે. તંત્ર આ ખાડા પૂરવાની કામગીરી કરે છે કે ના તો નવા રોડ બનાવવાની કામગીરી કરે છે અંતે વાહન ચાલકો પારાવાર હેરાન થઇ રહ્યા છે.

અધિકારીઓની મિલી ભગત કહો કે પછી બેદરકારી

આમ તંત્ર દ્વારા શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્ષ વર્ષે ઉઘરાવે છે પરંતુ અધિકારીઓની મિલી ભગત કહો કે પછી બેદરકારી તેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અને સારા રોડની પણ અપેક્ષા રાખી શકાય નહિ આ તો શહેરના એક રોડનું રિયાલિટી ચેક કર્યું જે મુખ્ય માર્ગ છે ત્યારે આંતરિક રોડનું શું સ્થિતિ હશે તે સમજી શકાય છે.