અમદાવાદ ક્રાઇમબ્રાંચની સતર્કતાથી ચૈન્નાઇમાં થયેલા અપહરણનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, શુક્રવારઅમદાવાદમાં આવેલી એક આંગડિયા પેઢીના કર્મચારીને રોકડ લેવા માટે ચૈન્નાઇ બોલાવીને તેનું અપહરણ કરીને રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને જાણ કરવામાં આવતા પોલીસે અમદાવાદથી જ ટેકનીકલ સર્વલન્સની મદદથી અપહરણકારોનું લોકેશન મેળવ્યા બાદ ચૈન્નાઇ પોલીસની મદદથી ટ્ેપ ગોઠવીને  આંગડિયા પેઢીના કર્મચારીને સલામત રીતે છોડાવવાની સાથે અપહરણકારો ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે અમદાવાદમાં આવેલી પી ઉમેશ આંગડિયા પેઢી દેશના વિવિધ શહેરોમાં તેમની  બ્રાંચ ધરાવે છે. ચૈન્નાઇમાં આવેલી  ઓફિસમાં કામ કરતા રાહુલ પટેલ નામના  કર્મચારીને ગત ૧૨ જુનના રોજ આંગડિયાની રકમ લઇ જવા માટે અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. જેથી નિર્ધારિત સ્થળે પહોંચ્યો હતો. જ્યાં કેટલાંક લોકો તેનું કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા.બાદ ઇન્ટરનેટ કોલ કરીને આંગડિયા પેઢીના માલિકને ૫૦ લાખની ખંડણી માટે કોલ કર્યો હતો. આ વાતની જાણ  તેમણે ક્રાઇમબ્રાંચના  જેસીપી શરદ સિંઘલને કરી હતી. જેના આધારે તાત્કાલિક ડીસીપી અજીત રાયજને ટેકનીકલ સર્વલન્સના આધારે અપહૃત રાહુલ પટેલનું લોકેશન મેળવ્યુ ંહતું. જે બાદ આંગડિયા પેઢીના માલિકે અપહરણકારો સાથે વાત કરતા તેમણે ૫૦ લાખની  વિવિધ બેંક એકાઉન્ટમાં એટીએમની મદદથી ટ્રાન્સફર કરવા કહ્યું હતું.  જો કે દરમિયાન એટીએમમાં માત્ર એક હજાર રૂપિયા જમા કરાવીને બાકીને પ્રોસેસમાં હોવાનું કહીને ચૈન્નાઇ પોલીસને લોકેશન મોકલીને  રાહુલ પટેલને છોડાવીને અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા હતા.

અમદાવાદ ક્રાઇમબ્રાંચની સતર્કતાથી ચૈન્નાઇમાં થયેલા અપહરણનો ભેદ ઉકેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદમાં આવેલી એક આંગડિયા પેઢીના કર્મચારીને રોકડ લેવા માટે ચૈન્નાઇ બોલાવીને તેનું અપહરણ કરીને રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને જાણ કરવામાં આવતા પોલીસે અમદાવાદથી જ ટેકનીકલ સર્વલન્સની મદદથી અપહરણકારોનું લોકેશન મેળવ્યા બાદ ચૈન્નાઇ પોલીસની મદદથી ટ્ેપ ગોઠવીને  આંગડિયા પેઢીના કર્મચારીને સલામત રીતે છોડાવવાની સાથે અપહરણકારો ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે અમદાવાદમાં આવેલી પી ઉમેશ આંગડિયા પેઢી દેશના વિવિધ શહેરોમાં તેમની  બ્રાંચ ધરાવે છે. ચૈન્નાઇમાં આવેલી  ઓફિસમાં કામ કરતા રાહુલ પટેલ નામના  કર્મચારીને ગત ૧૨ જુનના રોજ આંગડિયાની રકમ લઇ જવા માટે અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. જેથી નિર્ધારિત સ્થળે પહોંચ્યો હતો. જ્યાં કેટલાંક લોકો તેનું કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા.બાદ ઇન્ટરનેટ કોલ કરીને આંગડિયા પેઢીના માલિકને ૫૦ લાખની ખંડણી માટે કોલ કર્યો હતો. આ વાતની જાણ  તેમણે ક્રાઇમબ્રાંચના  જેસીપી શરદ સિંઘલને કરી હતી. જેના આધારે તાત્કાલિક ડીસીપી અજીત રાયજને ટેકનીકલ સર્વલન્સના આધારે અપહૃત રાહુલ પટેલનું લોકેશન મેળવ્યુ ંહતું. જે બાદ આંગડિયા પેઢીના માલિકે અપહરણકારો સાથે વાત કરતા તેમણે ૫૦ લાખની  વિવિધ બેંક એકાઉન્ટમાં એટીએમની મદદથી ટ્રાન્સફર કરવા કહ્યું હતું.  જો કે દરમિયાન એટીએમમાં માત્ર એક હજાર રૂપિયા જમા કરાવીને બાકીને પ્રોસેસમાં હોવાનું કહીને ચૈન્નાઇ પોલીસને લોકેશન મોકલીને  રાહુલ પટેલને છોડાવીને અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા હતા.