Ahmedabad : વિરમગામ પાસે દારૂ ભરેલા વાહન સાથે ચાલક ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિરમગામ રૂરલ પોલીસ ટીમ બુધવારની આગલી રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી.એક રાજસ્થાન પાર્સિંગ નંબર પ્લેટ ધરાવતા પીકઅપ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે.જે અમદાવાદ તરફ્થી વિરમગામ તરફ્ આવે છે.જેથી હાંસલપુર તીરંગા સર્કલ પાસે હાઇવે રોડ ઉપર પોલીસે નાકાબંધી ગોઠવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ વાહન પસાર થતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી.વાહનમાં દારૂ ધબરાયેલો હતો.જેથી વાહન કબજે કરી ચાલકની અટક કરી તપાસ હાથ ધરી છે. કુલ બોટલ નંગ - 6,480, કુલ 1167 લીટર, કુલ 11,01,600 કિંમતનો જથ્થો સાથે પીકઅપ વાહન 6,00,000 તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.5,000 તથા રોકડ રૂ. 530 મળી કુલ કિ.રૂ.17,07,130નો મુદામાલ કબજે કરાયો છે. વાહન ચાલક સુજારામ લાદાજી રબારી ઉ.વ.35 રહે. માવલગામ, હોલીચોક,તા.આબુરોડ, જી.શીરોહી, રાજસ્થાન અને અન્ય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પીઆઈ એસ. એસ. ચૌધરીએ વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

