Ahmedabad વિદ્યાર્થી હત્યા કેસ, વિરેન્દ્રસિંહ પઢેરીયાને હત્યા બાદ મદદ કરનાર કોન્સ્ટેબલ કોણ

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે,જેમાં પોલીસકર્મી પઢેરિયાની સાથે અન્ય એક શખ્સ પણ સામેલ હોવાની વાત સામે આવી છે.પોલીસની ગાડીનો ડ્રાઈવર દિનેશ ઉર્ફે ડીકે પણ હતો હાજર તો વિદ્યાર્થી પર હુમલો કરીને વિરેન્દ્રસિંહ ઘરે પણ ગયો હતો અને તેણે ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યાની વાત પણ સામે આવી છે.ટ્રાવેલસમાં સવારી કરી બાદમાં બે ગાડી બદલી પંજાબ પહોંચ્યો હતો આરોપી અને હુમલા બાદ છરીને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી તો દિનેશે પઢેરિયાને ભગાડવામાં દિનેશ ઉર્ફે ડીકેએ મદદ કરી હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.અન્ય એક પોલીસકર્મીની પણ સંડોવણી આવી સામે બોપલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં એકબાદ એક મોટા ખુલાસઓ સામે આવ્યા છે,બનાવ સમયે આરોપી વિરેન્દ્ર સિંહ પઢેરીયાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હાજર હતો અને હુમલો કર્યા બાદ છરી રસ્તામાં અવરું જગ્યાએ નાખી પોતાના ઘરની પાસે ગાડી પાર્ક કરી ફરાર થયો હતો.ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ શરૂ કરી છે.ગાડીમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડીકે અંગે પણ તપાસ ચાલુ છે.અન્ય પોલીસ કર્મી દિનેશે ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી. જાણો શું હતો કેસ બોપલમાં રવિવારે રાત્રે સામાન્ય બાબતે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. માઈકામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી બુલેટ લઈને જઈ રહ્યા હતા તે સમયે બાઈક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગાડી નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. મહત્વનું છે કે, મામલો પતી ગયા છતાં કાર ચાલકે બાઈકનો પીછો કર્યો હતો અને કાર ચાલકે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જાણો કોણ છે વિરેન્દ્રસિંહ પઢેરિયા વિરેન્દ્રસિંહ પઢેરિયાએ અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ 2009માં પોલીસ તરીકે ભરતી થયેલો છે,ગરમ મિજાજનો આ કોન્સ્ટેબલ અનેક વખત લોકોની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરતો હતો અને દારૂ પીવાનો શોખીન પણ હતો,વિરેન્દ્રસિંહ પઢીયાર પોતે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આવી રીતે હત્યા કરીને કોઈનો જીવ લઈ લે છે ત્યારે તમે પણ વિચારી શકો છો એક કોન્સ્ટેબલ કે જેણે મોટો ગુનો કર્યો છે અને સાથે સાથે તેણે છરીથી હુમલો કરીને હત્યા કરી નાખી.વિરેન્દ્રસિંહ યાદવ પોલીસની નોકરીમાં પણ સરખી નોકરી કરતો ન હતો તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી છે. મિત્રએ નોંધાવી હતી હત્યાની ધરપકડ અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની MICAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સીવડાવવા માટે ગયા હતા.

Ahmedabad વિદ્યાર્થી હત્યા કેસ, વિરેન્દ્રસિંહ પઢેરીયાને હત્યા બાદ મદદ કરનાર કોન્સ્ટેબલ કોણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે,જેમાં પોલીસકર્મી પઢેરિયાની સાથે અન્ય એક શખ્સ પણ સામેલ હોવાની વાત સામે આવી છે.પોલીસની ગાડીનો ડ્રાઈવર દિનેશ ઉર્ફે ડીકે પણ હતો હાજર તો વિદ્યાર્થી પર હુમલો કરીને વિરેન્દ્રસિંહ ઘરે પણ ગયો હતો અને તેણે ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યાની વાત પણ સામે આવી છે.ટ્રાવેલસમાં સવારી કરી બાદમાં બે ગાડી બદલી પંજાબ પહોંચ્યો હતો આરોપી અને હુમલા બાદ છરીને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી તો દિનેશે પઢેરિયાને ભગાડવામાં દિનેશ ઉર્ફે ડીકેએ મદદ કરી હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.

અન્ય એક પોલીસકર્મીની પણ સંડોવણી આવી સામે

બોપલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં એકબાદ એક મોટા ખુલાસઓ સામે આવ્યા છે,બનાવ સમયે આરોપી વિરેન્દ્ર સિંહ પઢેરીયાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હાજર હતો અને હુમલો કર્યા બાદ છરી રસ્તામાં અવરું જગ્યાએ નાખી પોતાના ઘરની પાસે ગાડી પાર્ક કરી ફરાર થયો હતો.ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ શરૂ કરી છે.ગાડીમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડીકે અંગે પણ તપાસ ચાલુ છે.અન્ય પોલીસ કર્મી દિનેશે ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી.

જાણો શું હતો કેસ

બોપલમાં રવિવારે રાત્રે સામાન્ય બાબતે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. માઈકામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી બુલેટ લઈને જઈ રહ્યા હતા તે સમયે બાઈક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગાડી નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. મહત્વનું છે કે, મામલો પતી ગયા છતાં કાર ચાલકે બાઈકનો પીછો કર્યો હતો અને કાર ચાલકે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી

મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતા.

જાણો કોણ છે વિરેન્દ્રસિંહ પઢેરિયા

વિરેન્દ્રસિંહ પઢેરિયાએ અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ 2009માં પોલીસ તરીકે ભરતી થયેલો છે,ગરમ મિજાજનો આ કોન્સ્ટેબલ અનેક વખત લોકોની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરતો હતો અને દારૂ પીવાનો શોખીન પણ હતો,વિરેન્દ્રસિંહ પઢીયાર પોતે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આવી રીતે હત્યા કરીને કોઈનો જીવ લઈ લે છે ત્યારે તમે પણ વિચારી શકો છો એક કોન્સ્ટેબલ કે જેણે મોટો ગુનો કર્યો છે અને સાથે સાથે તેણે છરીથી હુમલો કરીને હત્યા કરી નાખી.વિરેન્દ્રસિંહ યાદવ પોલીસની નોકરીમાં પણ સરખી નોકરી કરતો ન હતો તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી છે.

મિત્રએ નોંધાવી હતી હત્યાની ધરપકડ

અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની MICAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સીવડાવવા માટે ગયા હતા.