Ahmedabad: લપકામણમાં અગરબત્તી બનાવતી કંપનીમાં લાગી આગ, ગાંધીનગર-અમદાવાદ ફાયરની ટીમો ઘટનાસ્થળે

લપકામણમાં આગ અગરબત્તી બનાવતી કંપનીમાં લાગી આગગાંધીનગર અને અમદાવાદ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી કેમિકલના કારણે આગ વધુ પ્રસરી અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના લપકામણમાં આવેલી એક કંપનીમાં આગ લાગી છે. ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા ગાંધીનગર અને અમદાવાદ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે અગરબત્તી બનાવતી કંપનીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. ગઈકાલે અમદાવાદના મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં લાગી હતી આગ ગઈ કાલે અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આગમાં કોઈ જાનહાની થઈ નહતી. જો કે સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્કૂલમાં ઈલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શાળાના સંચાલકો અને શિક્ષકોએ ફાયર ઉપકરણોથી આગને કાબૂમાં લીધી હતી. તેમજ આગને પગલે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા હતા. આજે સુરતના માંગરોળમાં આગની ઘટના બની સુરતના માંગરોળમાં આગની ઘટના સામે આવી. માંગરોળના નવી સિયાલજ ગામની પ્રાથમિક શાળામાં આગની ઘટના બની છે. શાળાના મધ્યાહ્ન ભોજન રૂમમાં ભોજનની તૈયારી દરમિયાન ગેસ બોટલની પાઈપ લીક થતાં આગ લાગી છે. શાળામાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી, આગ લાગતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે સમય સુચકતા વાપરીને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકો શાળાએ પહોંચ્યા હતા અને ફાયરના સાધનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ કાબુમાં આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા, જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Ahmedabad: લપકામણમાં અગરબત્તી બનાવતી કંપનીમાં લાગી આગ, ગાંધીનગર-અમદાવાદ ફાયરની ટીમો ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લપકામણમાં આગ અગરબત્તી બનાવતી કંપનીમાં લાગી આગ
  • ગાંધીનગર અને અમદાવાદ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી
  • કેમિકલના કારણે આગ વધુ પ્રસરી

અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના લપકામણમાં આવેલી એક કંપનીમાં આગ લાગી છે. ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા ગાંધીનગર અને અમદાવાદ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે અગરબત્તી બનાવતી કંપનીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ પ્રસરી છે.

ગઈકાલે અમદાવાદના મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં લાગી હતી આગ

ગઈ કાલે અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આગમાં કોઈ જાનહાની થઈ નહતી. જો કે સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્કૂલમાં ઈલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શાળાના સંચાલકો અને શિક્ષકોએ ફાયર ઉપકરણોથી આગને કાબૂમાં લીધી હતી. તેમજ આગને પગલે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા હતા.

આજે સુરતના માંગરોળમાં આગની ઘટના બની

સુરતના માંગરોળમાં આગની ઘટના સામે આવી. માંગરોળના નવી સિયાલજ ગામની પ્રાથમિક શાળામાં આગની ઘટના બની છે. શાળાના મધ્યાહ્ન ભોજન રૂમમાં ભોજનની તૈયારી દરમિયાન ગેસ બોટલની પાઈપ લીક થતાં આગ લાગી છે. શાળામાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી, આગ લાગતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે સમય સુચકતા વાપરીને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકો શાળાએ પહોંચ્યા હતા અને ફાયરના સાધનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ કાબુમાં આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા, જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.